News Continuous Bureau | Mumbai
Piyush Goyal: ઉત્તર મુંબઈમાં મહાપાલિકા હોસ્પિટલો ( BMC Hospitals ) સામે વધતી ફરિયાદોને પગલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કાંદિવલી શતાબ્દી એટલે કે બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલ અને બોરીવલીમાં હરિલાલ ભગવતી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે હરિલાલ ભગવતી હોસ્પિટલના પુનઃનિર્માણ કાર્યનું નિરીક્ષણ પણ કર્યું હતું અને હોસ્પિટલોની કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય મનીષા ચૌધરી, એડિશનલ કમિશનર સુધાકર શિંદે, ડેપ્યુટી કમિશનર ભાગ્યશ્રી કાપસે, ડેપ્યુટી કમિશનર (સ્પેશિયલ એન્જિનિયરિંગ) યતિન દળવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલના ( Shatabdi Hospital ) ગેરવહીવટી કાર્ય પદ્ધતિ અંગે ઘણા નાગરિકોએ ફરિયાદ કરી રહ્યા હતા અને દહિસરની હરિલાલ ભગવતી હોસ્પિટલ ( Harilal Bhagwati Hospital ) બંધ હતી, જેના કારણે દર્દીઓને ઘણી અસુવિધા થઈ રહી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં લઈને પીયૂષ ગોયલે થોડા દિવસો માટે કાંદિવલીની આ હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. બાબાસાહેબ આંબેડકર શતાબ્દી હોસ્પિટલમાં ઉપકરણો સારી હાલતમાં ન હોવાની, સર્જરી વિભાગ (ઓટી) બંધ છે અને ઘણી દવાઓ પણ ઉપલબ્ધ ન હોવાની નાગરિકો દ્વારા વારંવાર ફરિયાદો થતી હતી.
Piyush Goyal: પિયુષ ગોયલે તેમની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં પહેલા દર્દીઓ સાથે વાતચીત કરી હતી…
પિયુષ ગોયલે તેમની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં પહેલા દર્દીઓ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં તપાસ વ્યવસ્થા, વોર્ડ, સર્જરી રૂમ વગેરેની મુલાકાત લઈ તબીબી સાધનો અને સામગ્રીનું નિરીક્ષણ પણ કર્યું હતું. તેમજ ડોકટરો, નર્સો અને ટેકનીશીયન પાસેથી હોસ્પિટલની કામગીરીની માહિતી પણ લીધી હતી. હોસ્પિટલ મેનેજમેન્ટ બોર્ડે ડોકટરો સાથે હોસ્પિટલને વધુ કાર્યક્ષમ બનાવવા માટે શું પગલાં લેવા જોઈએ તેની ચર્ચા પણ કરી હતી. આ સાથે પિયુષ ગોયલે આશ્વાસન આપ્યું હતું કે હોસ્પિટલને હાલમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને દૂર કરવા તેઓ તમામ પ્રયાસો કરશે અને દર્દીઓને યોગ્ય સેવાઓ પૂરી પાડશે.
આ સમાચાર પણ વાંચો : FASTag Update: 1 ઓગસ્ટથી લાગૂ થશે ફાસ્ટેગને લગતા આ નવા નિયમો, શું થશે ફેરફાર.. જાણો વિગતે.
બોરીવલીમાં હરિલાલ ભગવતી હોસ્પિટલ હાલ બંધ પડ્યું છે. તેનું પુનઃનિર્માણ ( Hospital reconstruction ) કાર્ય પ્રગતિમાં છે. પરંતુ આ કામમાં વિલંબના કારણે નાગરિકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર્દીઓને સારવાર માટે દૂર દૂર સુધી જવું પડે છે, જેના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે હોસ્પિટલના પુનઃનિર્માણ કાર્યમાં આવી રહેલી સમસ્યાઓને સમજવા માટે કામનું નિરીક્ષણ કર્યું હતું. ગોયલે સમગ્ર હોસ્પિટલનું લેઆઉટ જોયું હતું. ગોયલે એ પણ નિર્દેશ આપ્યો કે પુનર્નિર્માણ કાર્ય ઝડપી ગતિએ થવું જોઈએ અને તેની ગુણવત્તામાં કોઈ બાંધછોડ ન થવી જોઈએ.