News Continuous Bureau | Mumbai
Supreme Court SC/ST Act : સુપ્રીમ કોર્ટે આજે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ( SC/ST Act )ને લઈને મોટો ચુકાદો સંભાળવ્યો છે. સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માં ક્વોટાને મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટના 7 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 6:1ની બહુમતી સાથે કહ્યું કે SC/ST શ્રેણીમાં વધુ પછાત લોકો માટે અલગ ક્વોટા આપી શકાય. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે સ્વીકાર્યું છે કે SC/ST આરક્ષણ હેઠળ જાતિઓને અલગ હિસ્સો આપી શકાય છે. સાત જજોની બેન્ચે બહુમતીથી આ નિર્ણય આપ્યો છે.
Supreme Court SC/ST Act :આ જજે અલગ અભિપ્રાય આપ્યો
સુપ્રીમ કોર્ટના સાત ન્યાયાધીશોની બેન્ચે કહ્યું છે કે રાજ્ય સરકાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વચ્ચે પેટા શ્રેણીઓ બનાવી શકે છે, જેથી મૂળ અને જરૂરિયાતમંદ વર્ગોને અનામતનો વધુ લાભ મળે. કોર્ટે 6-1ની બહુમતી સાથે કહ્યું કે અમે માનીએ છીએ કે તમામ શ્રેણીઓને મંજૂરી છે પરંતુ જસ્ટિસ બેલા માધુર્ય ત્રિવેદી આ સાથે અસંમત છે. જસ્ટિસ બેલા ત્રિવેદીએ બહુમતીના નિર્ણયથી અલગ અભિપ્રાય આપ્યો હતો. તેમણે પોતાના નિર્ણયમાં લખ્યું છે કે બહુમતીના નિર્ણયથી મારો અલગ અભિપ્રાય છે.
આ સમાચાર પણ વાંચો : Himachal Pradesh Cloudburst:હિમાચલ પ્રદેશ મોટી હોનારત, બે જિલ્લામાં વાદળ ફાટ્યુ,;નદીઓમાં આવ્યું ઘોડાપૂર, સેંકડો લોકો લાપતા
Supreme Court SC/ST Act : સાત જજોની બેન્ચે 2004ના નિર્ણયને પલટી નાખ્યો
આ નિર્ણયમાં સાત જજોની બેન્ચે 2004ના ઈવી ચિન્નૈયા કેસમાં આપેલા પાંચ જજોના નિર્ણયને પલટી નાખ્યો છે. 2004માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એસસી અને એસટીની અંદર પેટા કેટેગરી બનાવવાની મંજૂરી આપી શકાય નહીં. પરંતુ હવે આ નવા નિર્ણયે તે જૂના નિર્ણયને બદલી નાખ્યો છે અને અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા શ્રેણીઓ બનાવવાની મંજૂરી આપી છે.