Raj Thackeray Sharad Pawar: મહારાષ્ટ્રનું મણીપુર ના થાય તેનું ધ્યાન રાખો શરદ પવાર!!! રાજ ઠાકરે એ ચીમકી આપી.

Raj Thackeray Sharad Pawar: પત્રકારો સાથે વાતચીત કરતા રાજ ઠાકરે એ જણાવ્યું હતું કે શરદ પવારે ધ્યાન રાખવાની જરૂર છે કે મહારાષ્ટ્રમાં મણીપુરની જેમ હિંસા ફાટી ન નીકળે.

by Hiral Meria
Sharad Pawar, take care that Maharashtra does not become Manipur!!! Raj Thackeray teased it.

News Continuous Bureau | Mumbai

Raj Thackeray Sharad Pawar: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી આશરે ત્રણ મહિનાના દૂર છે પરંતુ જાતિવાદનું સમીકરણ અત્યારથી જ જોડાઈ રહ્યું છે. એક તરફ મરાઠા આરક્ષણ માટે આંદોલન કાર્યો રસ્તા પર બેઠા છે ત્યારે ઓબીસી સમાજના નેતાઓ પોતાના કોટામાંથી આરક્ષણ આપવા તૈયાર નથી. આ પરિસ્થિતિમાં જાતિગત રીતે મહારાષ્ટ્રમાં ગમે તે ઘડીએ ભડાકો થઈ શકે છે તેવી આગાહી રાજ ઠાકરે ( Raj Thackeray )  કરી છે. આ ઉપરાંત તેમણે શરદ પવારને ચેતવ્યા છે કે મહારાષ્ટ્રમાં મણીપુર ( Manipur ) જેવી પરિસ્થિતિ પેદા ન થાય તેનું પૂરું ધ્યાન રાખવું જોઈએ.  

Raj Thackeray Sharad Pawar: શરદ પવાર અને જાતિવાદને શું સંબંધ? 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ શરદ પવાર ( Sharad Pawar ) મુખ્યમંત્રી એકનાથ શિંદે ને મળ્યા હતા. તેમજ અજીત પવાર ગ્રુપના નેતાઓ પણ શરદ પવારને મળ્યા હતા. આ તમામ નેતાઓનું કહેવું હતું કે મરાઠા આરક્ષણ ( Maratha reservation ) સંદર્ભે શરદ પવાર દ્વારા ગતિરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે. જેથી આગામી ચૂંટણીમાં તેમને લાભ થઈ શકે. જોકે આ સમગ્ર વિવાદ સંદર્ભે શરદ પવાર દ્વારા હજી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. બીજી તરફ આજે પત્રકારો સાથે વાતચીત કરતા રાજ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રનું ( Maharashtra ) મણીપુર ન થાય તેનું ધ્યાન રાખવાની જવાબદારી શરદ પવારની છે. આમ આરક્ષણના મામલે હવે દરેક વ્યક્તિ શરદ પવાર પર આંગળી તાકી રહ્યું છે

આ સમાચાર પણ વાંચો:  Indian banks : ભારતીય બેંકો માં 78,000 કરોડ રૂપિયાના કોઈ દાવેદાર નથી.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More