News Continuous Bureau | Mumbai
FCI Ahmedabad : ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ આગામી 7 તારીખે ઈ-ઓક્શન દ્વારા તેના વિવિધ ડેપોથી ઓપન માર્કેટ સેલ સ્કીમ (ડોમેસ્ટિક) OMSS (ડી) હેઠળ ચોખાના વેચાણ માટે વેપારીઓ/સાંકળિત જથ્થાબંધ ખરીદદારો/ચોખાના ઉત્પાદનોના ઉત્પાદકો પાસેથી બિડ આમંત્રિત કરે છે.
તા.07.08.2024 જેના માટે ટેન્ડરો M/s M-જંકશનના પોર્ટલ (http://www.valuejunction.in/fci) અને FCI વેબસાઈટ (http://fci.gov.in) પર અપલોડ કરવામાં આવ્યા છે ખાનગી પક્ષોને દર અઠવાડિયે, એટલે કે બુધવારે ઈ-ઓક્શન થશે, જેના માટે ટેન્ડર અગાઉના શુક્રવારે અપલોડ કરવામાં આવશે.
ચોખાની ( Rice ) અનામત ભાવ તમામ પાક વર્ષો માટે રૂ.2800/- પ્રતિ ક્વિન્ટલ (કિંમત દીઠ રૂ.73 પ્રતિ ક્વિન્ટલ ચોખાના અનામત ભાવમાં ઉમેરવામાં આવશે) તેમજ ખાનગી પક્ષોને વેચાણ માટે લાગુ પડતા પરિવહન ખર્ચ અને કર ઉમેરીને નક્કી કરવામાં આવી છે.
વેપારીઓ ( Rice Sale ) સહિત ચોખાના ખરીદદારો ઓછામાં ઓછું 1 મેં.ટન. જથ્થા માટે બિડ કરી શકે છે અને એક પ્રદેશમાં ચોખાની એક જ ઈ-ઓક્શનમાં મૂકવામાં આવેલા તમામ ડેપો માટે બિડર દીઠ મહત્તમ બિડિંગ જથ્થો 2000 મેં.ટન. પ્રતિ ઈ-ઓક્શનથી ( e-Auction ) વધુ ન હોવો જોઈએ. એક રાજ્યની GST નોંધણી ધરાવતા ચોખાના ખરીદદારો કોઈપણ રાજ્યની ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : PRL Ahmedabad : ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ( PRL ) એ 12 ઓગસ્ટ 2024ના આયોજિત કર્યું ઓપન હાઉસ પ્રદર્શન.
07.08.2024ની ઈ-ઓક્શન માટે M-જંકશનના પ્લેટફોર્મ પર FCI, ગુજરાત પ્રદેશના ડેપોમાંથી 10,000 મેં.ટન (નોન-ફોર્ટિફાઇડ ચોખા – 4655 મેં.ટન. અને ફોર્ટિફાઇડ ચોખા – 5345 મેં.ટન.)નો જથ્થો ઓફર કરવામાં આવે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.