News Continuous Bureau | Mumbai
Ram Rahim : ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ હવે ફરી એકવાર જેલમાંથી બહાર આવ્યા છે. આ વખતે તેમને 21 દિવસની પેરોલ મળી છે. આ પેરોલ સમયગાળા દરમિયાન, રામ રહીમ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં તેના બરનાવા આશ્રમમાં રહેશે. આજે મંગળવારે સવારે સાડા છ વાગ્યે રામ રહીમને પોલીસ સુરક્ષામાં હરિયાણાની સુનારિયા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
Ram Rahim : 15મી ઓગસ્ટે જન્મદિવસ
નોંધનીય છે કે રામ રહીમે પેરોલ પર બહાર આવવા માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી. ડેરા ચીફ ગુરમીત સિંહ 7મી વખત 21 દિવસની ફરલો પર રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવતાની સાથે જ અનુયાયીઓમાં ખુશીની લહેર છે. ગુરમીત સિંહનો જન્મદિવસ પણ 15મી ઓગસ્ટે છે. તે આ વખતે પોતાનો જન્મદિવસ સોશિયલ મીડિયા દ્વારા તેના ફોલોઅર્સ સાથે સેલિબ્રેટ કરી શકે છે. બાબા રામ રહીમ સુનારિયા જેલથી સીધા બરનવા આશ્રમ પહોંચ્યા છે, જ્યાં ઘણા દિવસોથી સફાઈનું કામ ચાલી રહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: Patanjali Misleading Ads: બાબા રામદેવને રાહત મળી… સુપ્રીમ કોર્ટે આ કેસની ફાઈલ બંધ કરી દીધી, જેના કારણે તેમને જાહેરમાં માફી માંગવી પડી હતી..
Ram Rahim : ચૂંટણી પહેલા જ મળ્યા પેરોલ
જો જોવામાં આવે તો રામ રહીમને પેરોલ અને ફર્લો આપવાને લઈને અવારનવાર વિવાદ થતો રહે છે અને હરિયાણા સરકાર પર અવાર નવાર આરોપ લગાવવામાં આવે છે કે તેઓ માત્ર રાજકીય લાભ મેળવવા માટે રામ રહીમને આટલા પેરોલ આપી રહ્યા છે. રામ-રહીમના પેરોલનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. પરંતુ કોર્ટે ત્યારે હરિયાણા સરકારને પેરોલ-ફર્લો આપવાનો અધિકાર આપ્યો હતો અને હવે રામ-રહીમ જેલની બહાર છે.