News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૧૭ ઓગસ્ટ ૨૦૨૪, શનિવાર
આજની તિથિ: શ્રાવણ સુદ તેરસ, વિક્રમ સંવત: 2080
ઉત્તર ભારતીય તિથિ: શ્રાવણ સુક્લ તેરસ, વિક્રમ સંવત: 2081
દિવસના ચોઘડિયા: ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા: રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
તહેવાર –
આજના શુભ ચોઘડિયાનો સમય:
આજે સવારે 07:54થી 09:31 સુધી શુભ, 12.43થી 14.20 સુધી ચલ, 14.20થી 15.56 સુધી લાભ, 15.56થી 17.32 સુધી અમૃત અને 19.09થી 20.32 સુધી લાભ ચોઘડિયું છે.
આજે જન્મેલા બાળકોના નામની રાશિ:
આજે સાંજે 17.28 સુઘી ધન(ભ, ધ, ફ, ળ) ત્યારબાદ મકર(ખ, જ) રાશિ.
શુભ ચોઘડિયાં: શુભ, અમૃત, લાભ,
અશુભ ચોઘડિયાં: ઉદ્વેગ, કાળ, રોગ
મધ્યમ ચોઘડિયું: ચલ
Today’s Horoscope : રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
કુટુંબ, મિત્રો સાથે સામાજિક કે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે, આજનો દિવસ સામાન્ય.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
વાણી સયમ રાખવો જરૂરી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
વિચારોની દ્વિધા અસમંજસતાના લીધે કામમાં વિલંબ રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત મુલતવી રાખવી.
“કર્કઃ”(ડ,હ)-
અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે.
“સિંહઃ”(મ,ટ)-
કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે, યુવાવર્ગને અન્યનો સાથ સહકાર કે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.
“તુલાઃ”(ર,ત)-
વાદ-વિવાદ મન દુ:ખથી સંભાળવું પડે. નોકર ચાકરવર્ગની તકલીફના લીધે કામકાજમાં રૂકાવટ રહે.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આપે સાવધાની રાખવી પડે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. મહત્ત્વના નિર્ણય લેવાનું મુલતવી રાખવું.
“મકરઃ”(ખ,જ)-
ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ અનુભવાય. આકસ્મિક ખર્ચ-ખરીદી આવી જાય.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધંધામાં અન્ય કોઈના ભરોસે રહેવું નહીં. વાણીની સંયમતા રાખીને કામ કરવું. પરદેશના કામમાં રૂકાવટ જણાય.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ કામનો ઉકેલ ન આવવાથી ઉચાટ ઉદ્વેગ રહે. સંતાનની ચિંતા જણાય.
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)