News Continuous Bureau | Mumbai
PM Modi Poland: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) અગ્રણી પોલિશ ઈન્ડોલોજિસ્ટ્સના ( Indologists ) જૂથ સાથે મુલાકાત કરી. જૂથમાં શામેલ છે:
પ્રો. મારિયા ક્રિસ્ટોફર બાયર્સ્કી, એક પ્રતિષ્ઠિત પોલિશ સંસ્કૃત વિદ્વાન અને વોર્સો યુનિવર્સિટીના પ્રોફેસર એમેરિટસ. પ્રો. બાયર્સ્કીએ 1993 થી 1996 સુધી ભારતમાં પોલેન્ડના ( Poland ) રાજદૂત તરીકે સેવા આપી છે અને માર્ચ 2022 માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
PM @narendramodi met a group of prominent Indologists in Warsaw, Poland. He met Prof. Maria Christopher Byrski, Prof. Monika Browarczyk, Prof. Halina Marlewicz, Prof. Danuta Stasik and Prof. Przemyslaw Szurek, who are working on various aspects of Indian history and culture. pic.twitter.com/6emJPTijy9
— PMO India (@PMOIndia) August 22, 2024
પ્રો. મોનિકા બ્રોવર્ઝિક, પ્રખ્યાત પોલિશ હિન્દી વિદ્વાન અને એડમ મિકીવિઝ યુનિવર્સિટી (એએમયુ), પોઝનાન ખાતે એશિયન સ્ટડીઝ વિભાગના વડા. પ્રો. બ્રોવર્ઝિકને ફેબ્રુઆરી 2023માં ફિજીમાં 12મા વિશ્વ હિન્દી સંમેલન દરમિયાન વિશ્વ હિન્દી સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
પ્રો. હેલિના માર્લેવિક્ઝ, ભારતીય ફિલસૂફીના અગ્રણી પોલિશ વિદ્વાન અને જેગીલોનિયન યુનિવર્સિટી (JU), ક્રાકો ખાતે ઓરિએન્ટલ સ્ટડીઝ સંસ્થાના વડા.
પ્રો. દાનુતા સ્ટેસિક, એક અગ્રણી પોલિશ ઈન્ડોલોજિસ્ટ અને યુનિવર્સિટી ઓફ વોર્સો ખાતે દક્ષિણ એશિયા અભ્યાસ વિભાગના ભૂતપૂર્વ વડા.
આ સમાચાર પણ વાંચોઃ Aishwarya Rai: આ કારણ થી ઐશ્વર્યા રાય એ શાહરુખ ખાન ની હેપ્પી ન્યુ યર કરવાની પાડી હતી ના, અભિષેક બચ્ચન સાથે છે સંબંધ
પ્રો. પ્રઝેમિસ્લાવ સુઝ્યુરેક, પ્રખ્યાત પોલિશ ઈન્ડોલોજિસ્ટ અને યુનિવર્સિટી ઓફ રૉકલોમાં ભારતીય અભ્યાસના વડા.
પ્રધાનમંત્રીએ ભારતીય વિષયોમાં વિદ્વાનોના ઊંડા રસની પ્રશંસા કરી. તેમણે નોંધ્યું હતું કે તેમના કાર્ય અને શૈક્ષણિક સંશોધનોએ ભારત-પોલેન્ડ સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવામાં અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. 19મી સદીથી પોલેન્ડમાં ઈન્ડોલોજીમાં ( Indology ) લાંબા સમયથી રસ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)