Ganesh Chaturthi: અમદાવાદનો આ પરિવાર બનાવે છે ત્રણ પેઢીથી ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ, જે POPથી બનેલી મૂર્તિઓ કરતાં પણ વધુ હોય છે ટકાઉ.

Ganesh Chaturthi: ગણેશ ઉત્સવ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે આજે અમદાવાદના એક એવા પરિવારની વાત કરવી છે જેઓ ત્રણ પેઢીથી ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ બનાવે છે.આવો જાણીએ અમારા આ વિશેષ અહેવાલમાં.

by Hiral Meria
This family from Ahmedabad has been making eco-friendly Ganesha idols for three generations

News Continuous Bureau | Mumbai

Ganesh Chaturthi:  ગણેશ ઉત્સવના દિવસોમાં ભક્તો પોતાના ઘર, મહોલ્લા, શેરી અને જાહેર સ્થળોએ ગણપતિ બાપ્પાની મૂર્તિની ( Ganesh Idols )  સ્થાપના કરે છે ત્યારે હાલમાં સમગ્ર દેશમાં ઇકો-ફ્રેન્ડલી ચીજવસ્તુઓની માંગ વધી રહી છે. અમદાવાદમાં ( Ahmedabad ) રહેતો એક પરિવાર ત્રણ પેઢીઓથી ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી રહ્યો છે. વિજયભાઈ નાઈક ત્રીજી પેઢીના કારીગર છે જે માટીમાંથી ભગવાન ગણેશની  મૂર્તિઓ બનાવે છે. જેની વિશેષતાઓની વાત કરીએ તો આ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિઓ કરતાં પણ વધુ ટકાઉ હોય છે.  

Ganesh Chaturthi:  અમદાવાદમાં મુર્તિ ખરીદી કરવા આવનાર ગ્રાહકો પણ હવે માટીની મૂર્તિઓ વધુ સારો વિકલ્પ ગણીને પસંદગી કરી રહ્યા છે.

આ વર્ષે વિજયભાઈ ( Vijay Naik ) અને તેમની ટીમે 12 ફૂટની વિશાળ ગણેશ મૂર્તિ બનાવી છે. તેને બનાવવામાં લગભગ 20 દિવસનો સમય લાગ્યો હતો. આ માટીની મુર્તિમાં નાળિયેરના રેસાનો ઉપયોગ મુર્તિના હાથ અને ગળાના ભાગને મજબૂત કરવા માટે થાય છે. ઈકો ફ્રેન્ડલી ( Eco-friendly idols )  અભિયાન આ રીતે વેગવાન બન્યું છે સાથે જ સ્થાનિક કારીગરોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો:  Droupadi Murmu: આ પાંચ રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ પોતાના ઓળખપત્રો કર્યા રજૂ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More