Express Train : પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેક્શનમાં ડબલીંગના કાર્ય ને કારણે આ ટ્રેનો આંશિક રીતે પરિવર્તિત માર્ગથી ચાલશે..

Express Train : આણંદ-ગોધરા સેક્શનમાં ડબલીંગના કાર્ય ને કારણે વેરાવળ-ઇન્દોર અને ઇન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે પરિવર્તિત માર્ગ થી ચાલશે.

by Hiral Meria
Express Train Due to the doubling work in the Anand-Godhra section of the Western Railway, these trains will run on a partially changed route

News Continuous Bureau | Mumbai

Express Train : પશ્ચિમ રેલવેના ( Western Railway ) આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલીંગના કાર્ય માટે લેવામાં આવેલ બ્લોકને કારણે વેરાવળ-ઈંદોર મહામના એક્સપ્રેસ ( Veraval-Indore Mahamana Express ) અને ઈન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે પરિવર્તિત માર્ગ થી ચાલશે. જેની વિગતો નીચે મુજબ છે:- 

  • 11, 18 અને 25 સપ્ટેમ્બર 2024 (બુધવાર)ના રોજ વેરાવળથી ચાલતી ટ્રેન નંબર 19319 વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ગેરતપુર-આણંદ-ડાકોર-ગોધરાને બદલે પરિવર્તિત માર્ગ વાયા ગેરતપુર-આણંદ-બાજવા-છાયાપુરી-ગોધરાને રસ્તે ચાલશે

  • 15, 22 અને 29 સપ્ટેમ્બર 2024 (રવિવાર) ના રોજ ઇન્દોર થી ચાલતી ટ્રેન નં. 20936 ઇન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ ( Indore-Gandhidham Express ) નિર્ધારિત માર્ગ ગોધરા-ડાકોર-આણંદ-ગેરતપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા ગોધરા-છાયાપુરી-બાજવા-આણંદ-ગેરતપુરને રસ્તે ચાલશે.

આ સમાચાર પણ વાંચો : Gondal Four Lane Bridge: ગોંડલ નગરના બે નવા ફોરલેન બ્રિજને CM ભૂપેન્દ્ર પટેલએ આપી મંજૂરી, બ્રિજના રિનોવેશન માટે ફાળવવામાં આવશે આટલા કરોડ રૂપિયા.

ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકેછે.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More