KBC 16: નવ્યા, અગસ્ત્ય અને આરાધ્યા એ અમિતાભ બચ્ચન ની કલ્કિ ફિલ્મ ને લઈને કહી હિટ આવી વાત, બિગ બી એ કર્યો કેબીસી ના મંચ પર ખુલાસો

KBC 16: અમિતાભ બચ્ચન હાલ કેબીસી 16 હોસ્ટ કરી રહ્યા છે. આ દરમિયાન એક સ્પર્ધક સાથે વાત કરતી વખતે, અમિતાભે જણાવ્યું કે કેવી રીતે તેમના ઘરના બાળકો એ તેમની ફિલ્મ કલ્કી 2898 AD' પર તેમને ટોણા માર્યા હતા.

by Zalak Parikh
KBC 16 amitabh bachchan reveals his grandchildren hilarious take on kalki 2898 ad

News Continuous Bureau | Mumbai 

KBC 16: અમિતાભ બચ્ચન હાલ કેબીસી 16 હોસ્ટ કરી રહ્યા છે. કેબીસી ના મંચ પર અમિતાભ બચ્ચન તેમના સ્પર્ધક સાથે તેમની સાથે જોડાયેલા કિસ્સો શેર કરતા રહે છે. આ દરમિયાન એક સ્પર્ધક સાથે વાત કરતી વખતે, અમિતાભે જણાવ્યું કે કેવી રીતે તેમના ઘરના બાળકો એ તેમની ફિલ્મ કલ્કી 2898 AD’ પર તેમને ટોણા માર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Shraddha arya: દેવોલિના બાદ હવે ટીવી અભિનેત્રી શ્રદ્ધા આર્યા બનવા જઈ રહી છે માતા,અલગ જ અંદાજ માં ફેન્સ ને આપ્યા ગુડ ન્યુઝ

અમિતાભ બચ્ચને શેર કર્યો મજેદાર કિસ્સો 

કેબીસી 16 માં ત્રિશુલ નામ ના એક સ્પર્ધકે અમિતાભ બચ્ચન ને પૂછ્યું, ‘શું તમે ક્યારેય બીન બેગ પર બેઠા છો? આના જવાબમાં બિગ બી એ કહ્યું કે બીન બેગ્સ ખૂબ જ આરામદાયક છે, પરંતુ તે વૃદ્ધ લોકો માટે બનાવવામાં આવી નથી. ત્યારબાદ ત્રિશુલે કહ્યું, ‘પણ તમે હજુ 40-45 વર્ષના છો.’ આ જોઈને અમિતાભ હસવા લાગ્યા.શો માં સવાલ જવાબ ની વચ્ચે  અમિતાભે એક કિસ્સો સંભળાવતા ત્રિશુલને કહ્યું કે તેઓ તેમના ગ્રાન્ડચિલ્ડ્ર્ન ( નવ્યા, અગસ્ત્ય અને આરાધ્યા) સાથે એક હોલીવુડ ફિલ્મ જોવા ગયા હતા જે એક સાયન્સ ફિક્શન ફિલ્મ હતી જે તેમને બિલકુલ સમજાઈ નહોતી જ્યારે તેમણે બાળકોને આ વાત કહી તો તેઓએ જવાબમાં કહ્યું, ‘અમે પણ કલ્કીને સમજ્યા નહીં!’


અમિતાભ બચ્ચને ફિલ્મ કલ્કિ 2898 એડી માં અશ્વથામા ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ આ વર્ષ ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More