Chess Olympiad 2024 : ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો ડબલ ધમાકો, પુરુષ-મહિલા ટીમે પહેલી વાર જીત્યો ગોલ્ડ; રચી દીધો ઇતિહાસ..

Chess Olympiad 2024 Indian teams make history, bag gold in both categories

News Continuous Bureau | Mumbai 

Chess Olympiad 2024 :

  • ભારતે બુડાપેસ્ટમાં 45માં ચેસ ઓલિમ્પિયાડમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

  • ભારતની પુરૂષ અને મહિલા ટીમોએ 45મા ચેસ ઓલિમ્પિયાડના અંતિમ રાઉન્ડમાં પોતપોતાના હરીફોને હરાવીને સ્પર્ધામાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો.

  • ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ, અર્જુન એરિગેસી અને આર પ્રજ્ઞાનાનંદાએ સ્લોવેનિયા સામે 11મા રાઉન્ડમાં પોતપોતાની મેચ જીતી હતી.

  • ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં 97 વર્ષમાં પહેલીવાર ભારતે પુરુષ અને મહિલા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

  • ડી ગુકેશ અને અર્જુન એરિગેસીના દમ પર ભારતે ચેસ ઓલિમ્પિયાડના ઓપન વિભાગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ઉપરાંત મહિલા વિભાગમાં પણ ભારતે ગોલ્ડ કબજે કર્યો છે. 

 

આ સમાચાર પણ વાંચો :  KVS Sports: અમદાવાદમાં 53મી KVS રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાનો થયો પ્રારંભ, આ તારીખ સુધી ચાલશે લીગ મેચો.