News Continuous Bureau | Mumbai
Make In India: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઈન ઈન્ડિયા પહેલના 10 વર્ષ પૂરા થવાને લઈને પ્રશંસા કરી છે. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘મેક ઇન ઇન્ડિયા’ રાષ્ટ્રને મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશન પાવરહાઉસમાં પરિવર્તિત કરવા માટે 140 કરોડ ભારતીયોના સામૂહિક સંકલ્પને દર્શાવે છે. તેમણે તમામ સંભવિત રીતે ‘મેક ઈન ઈન્ડિયા’ને પ્રોત્સાહિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
Make In India: પ્રધાનમંત્રીએ આ અંગે પોસ્ટ કર્યું કે,
“આજે, આપણે મેક ઇન ઇન્ડિયાના 10 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છીએ. હું ( Narendra Modi ) તે તમામ લોકોને અભિનંદન આપું છું જેઓ છેલ્લાં એક દશકાથી આ આંદોલનને સફળ બનાવવા માટે અથાક મહેનત કરી રહ્યાં છે. ‘મેક ઇન ઇન્ડિયા’ આપણા રાષ્ટ્રને ઉત્પાદન અને નવીનતાનું પાવરહાઉસ બનાવવાના 140 કરોડ ભારતીયોના સામૂહિક સંકલ્પને દર્શાવે છે. તે નોંધનીય છે કે કેવી રીતે વિવિધ ક્ષેત્રોમાં નિકાસમાં વધારો થયો છે, ક્ષમતાઓનું નિર્માણ થયું છે અને આ રીતે અર્થતંત્ર ( Indian Economy ) મજબૂત બન્યું છે.
Today, we mark #10YearsOfMakeInIndia. I compliment all those who are tirelessly working to make this movement a success over the last decade. ‘Make in India’ illustrates the collective resolve of 140 crore Indians to make our nation a powerhouse of manufacturing and innovation.…
— Narendra Modi (@narendramodi) September 25, 2024
આ સમાચાર પણ વાંચો : Israel-Hezbollah War : ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહની તોડી કમર, હુમલામાં ટોચના કમાન્ડરને માર્યો ઠાર, તણાવ ચરમસીમાએ .
ભારત સરકાર ( Make In India PM Modi ) ‘મેક ઈન ઈન્ડિયા’ને તમામ સંભવિત રીતે પ્રોત્સાહિત કરવા પ્રતિબદ્ધ છે. સુધારામાં પણ ભારતની પ્રગતિ ચાલુ રહેશે. આપણે સાથે મળીને આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરીશું!”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)