News Continuous Bureau | Mumbai
S. D. Burman : જાણીતા ભારતીય સંગીત નિર્દેશક અને ગાયક સચિન દેવ બર્મનનો જન્મ 1906માં આ દિવસે થયો હતો. તેઓ હિન્દી સિનેમાના ( Hindi Cinema ) એક સૌથી પ્રસિદ્ધ સંગીતકારોમાંથી એક અને બંગાળી ગાયક અને સંગીતકાર હતાં. તેમના પુત્ર રાહુલ દેવ બર્મને પણ બોલીવુડમાં સંગીત નિર્દેશક ( Indian music director ) તરીકે સફળતા મેળવી હતી. એસ ડી બર્મને 100 જેટલા ફિલ્મો માટે સંગીત પ્રદાન કર્યું છે, જેમાં બંગાળી ફિલ્મો પણ સમાવિષ્ટ છે. એસ. ડી. બર્મનની રચનાઓ મોટા ભાગે લતા મંગેશકર, મહમદ રફી, ગીતા દત્ત, મન્ના ડે, કિશોર કુમાર, આશા ભોંસલે અને શમશાદ બેગમ દ્વારા ગાવામાં આવ્યા હતા. મુકેશ અને તલત મહેમુદે પણ તેમના રચેલા ગીતો ગાયા હતા.
આ પણ વાંચો : Chand Bardai: 30 સપ્ટેમ્બર 1149 ના જન્મેલા, ચાંદ બરદાઈ એક ભારતીય કવિ હતા જેમણે પૃથ્વીરાજ રાસોની રચના કરી હતી