News Continuous Bureau | Mumbai
Seva Setu Gujarat: ગુજરાત સરકારે દસમા તબક્કાના રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત અરજદારો ઘરઆંગણે યોજનાકીય લાભો સરળતાથી મેળવી શકે એ માટે સેવાયજ્ઞ આરંભ્યો છે. કતારગામમાં યોજાયેલા સેવા સેતુમાં ૨૧૪૯ લાભાર્થીઓએ યોજનાકીય લાભો મેળવ્યા, જેમાં સુરતના કતારગામમાં રંગદર્શન સોસાયટીમાં રહેતા દિવ્યાંગજન વિનુભાઈ હરિભાઈ કળસરિયાને આવકનો દાખલો અને આયુષ્માન કાર્ડ માટે એક જ દિવસમાં નોંધણી થતા પોતાનું કામ થયું હોવાનો અનેરા સંતોષ સાથે ઘરે ગયા હતા.

૬૦ વર્ષીય વિનુભાઈ દિવ્યાંગ છે. તેઓ કાખ ઘોડીના સહારે ચાલે છે. પોતાના પરિવારજન સાથે સેવા સેતુમાં આયુષ્માન કાર્ડ ( Ayushman Card ) માટે આવેલા વિનુભાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, આયુષ્માન કાર્ડ કઢાવતા પહેલા આવકનો દાખલો જરૂરી હોવાથી મને અહીથી જ અધિકારીઓએ જરૂરી પ્રમાણપત્રો લઈને માત્ર ૩૦ મિનીટના આવકનો દાખલો કાઢી આપ્યો. ત્યારબાદ આયુષ્માન કાર્ડ માટે સ્થળ ( Seva Setu ) પર જ નોંધણી કરવામાં આવી. જેથી બીજીવાર ધક્કો ન રહે. સાચે જ અમારા જેવા અશક્ત લોકો, તેમજ અન્ય જરૂરિયાત ધરાવતા લોકોની કાળજી લેવા માટે ઘર આંગણે જ સેવા સેતુ યોજીને રાજ્ય સરકારે ( Gujarat Government ) અમારા નાણાં, સમય અને ઊર્જાનો બચાવ કર્યો છે, એમ તેમણે આભારની ( Seva Setu Beneficiaries ) લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : PM Modi Jharkhand: PM મોદી 2 ઓક્ટોબરે લેશે ઝારખંડની મુલાકાત, આ અભિયાન હેઠળ બહુવિધ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન.
