Bollywood billionaire: અમિતાભ બચ્ચન કે શાહરુખ ખાન નહીં આ છે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી નો સૌથી ધનવાન વ્યક્તિ, નેટવર્થ જાણી તમને પણ આવી જશે ચક્કર

Bollywood billionaire: થોડા દિવસો પહેલા એક રિપોર્ટ મુજબ શાહરુખ ખાન બોલિવૂડ નો સૌથી ધનવાન અભિનેતા છે પરંતુ ઈંડસ્ટ્રી માં એક વ્યક્તિ છે જેની નેટવર્થ શાહરુખ ખાન કરતા પણ વધારે છે તો ચાલો જાણીએ તે વ્યક્તિ વિશે

by Zalak Parikh
neither amitabh bachchan nor shahrukh khan this is the bollywood only billionaire man

News Continuous Bureau | Mumbai 

Bollywood billionaire: થોડા દિવસો પહેલા એક રિપોર્ટ મુજબ શાહરુખ ખાન બોલિવૂડ નો સૌથી ધનવાન અભિનેતા છે. તે રિપોર્ટ મુજબ શાહરુખ ખાન ની નેટવર્થ અંદાજે 7,300 કરોડ રૂપિયા છે. તેમજ બોલિવૂડ ના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચન ની નેટવર્થ અંદાજે 1600 કરોડ રૂપિયા છે. પરંતુ, ઈન્ડસ્ટ્રીમાં એક એવી વ્યક્તિ છે જેની નેટવર્થ અમિતાભ બચ્ચન અને શાહરૂખ બંને કરતા વધુ છે. તે કોઈ અભિનેતા કે અભિનેત્રી નહીં પરંતુ એક ફિલ્મ પ્રોડ્યુસર છે.તો ચાલો જાણીએ તે વ્યક્તિ વિશે.

આ સમાચાર પણ વાંચો : Govinda Firing Case: ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા, મુંબઈ પોલીસ ફરી કરી શકે છે ચીચીની પૂછપરછ; જાણો શું છે કારણ..

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી નો સૌથી ધનવાન વ્યક્તિ 

મીડિયા રિપોર્ટ મુજબ બોલિવૂડના આ અબજોપતિનું નામ છે રોની સ્ક્રુવાલા.રિપોર્ટ મુજબ રોની ની નેટવર્થ 12,800 કરોડ રૂપિયા છે. રોનીએ બોલિવૂડમાં 130 થી વધુ ફિલ્મો અને ટીવી શોનું નિર્માણ કર્યું છે. રોનીએ પોતાની કારકિર્દી એક ઉદ્યોગ સાહસિક તરીકે શરૂ કરી હતી. રોની એ 1981માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. જ્યારે ભારતમાં મનોરંજનના નામે માત્ર દૂરદર્શન હતું, ત્યારે રોનીએ કેબલ ટીવી શરૂ કર્યું, જેણે સિનેમા જગતને હંમેશ માટે બદલી નાખ્યું. 1990માં રોનીએ UTV સોફ્ટવેર કોમ્યુનિકેશન નામની કંપની બનાવી. 2012 માં તેણે આ કંપની $1.4 બિલિયનમાં વેચી. આ પછી, તેણે RSVP નામની એક કંપની શરૂ કરી, જે તેની પોતાની સ્ક્રિપ્ટ, પટકથા તૈયાર કરે છે અને નિર્દેશકો સાથે મળીને ફિલ્મો બનાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Ronnie Screwvala (@ronnie.screwvala)


રોની સ્ક્રુવાલા પછી, ટી-સિરીઝના માલિક ભૂષણ કુમાર બીજા સ્થાને છે, જેમની કુલ સંપત્તિ 1.2 અબજ ડોલર છે. જો કે આ ભૂષણ કુમારની આખી સંપત્તિ નથી, પરંતુ તેમાં રોકાણકારોનો પણ મોટો હિસ્સો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More