TMKOC shailesh lodha: શૈલેષ લોઢા એ તારક મહેતા શો છોડવા પાછળ નું જણાવ્યું કારણ, પ્રોડ્યુસર અસિત મોદી એ કરી હતી અભિનેતા સાથે આવી રીતે વાત

TMKOC shailesh lodha: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં શૈલેષ લોઢા એ મહેતા સાહેબ નું પાત્ર ભજવ્યું હતું. અભિનેતા ના શો છોડવા ની વાત તો સૌ કોઈ જાણે છે પરંતુ હવે શૈલેષ લોઢા એ શો છોડવાનું અસલી કારણ જણાવ્યું છે.

by Zalak Parikh
TMKOC shailesh lodha open up why he quitting the show

News Continuous Bureau | Mumbai

TMKOC shailesh lodha: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.ઘણા સમય પહેલા મહેતા સાહેબ નું પાત્ર ભજવી રહેલા અભિનેતા શૈલેષ લોઢા એ આ શો ને અલવિદા કહી દીધું હતું. શૈલેષના અચાનક શોમાંથી નીકળી જવાને દર્શકો સમજી શક્યા નહીં, પરંતુ અભિનેતા લાંબા સમય સુધી તેના વિશે મૌન રહ્યા. પરંતુ હવે પરંતુ હવે શૈલેષ લોઢા એ શો છોડવાનું અસલી કારણ જણાવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો :  Anupama promo: અનુપમા માં લિપ બાદ નો પ્રોમો થયો રિલીઝ, આ તારીખ થી શરૂ થશે સિરિયલ નો નવો અધ્યાય

શૈલેષ લોઢા એ જણાવ્યું તારક મહેતા છોડવાનું અસલી કારણ 

તાજેતર માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન શૈલેશ લોઢા એ જણાવ્યું કે, ‘ગુડ નાઈટઇન્ડિયાના નિર્માતાઓએ તેમને કવિ તરીકે આમંત્રણ આપ્યું હતું. હું કવિ તરીકે ત્યાં ગયો હતો. પછી મને નિર્માતા અસિત મોદીનો ફોન આવ્યો. મેં તેમને કહ્યું કે હું મારા પાત્ર તરીકે નહીં પણ કવિ તરીકે ગયો હતો. પરંતુ અસિત મોદી તોછડાઈથી બોલ્યા. હું તે સહન કરી શક્યો નહીં કારણ કે તે પ્રથમ વખત નહોતું.’

 

View this post on Instagram

 

A post shared by Shailesh Lodha (@iamshaileshlodha)


પોતાની વાત ને આગળ વધારતા શૈલેષ લોઢા એ જણાવ્યું કે, ‘તે સમયે અસિતે મને ઠપકો આપતા કહ્યું કે અહીં જે લોકો મારું કામ કરે છે તે બધા મારા નોકર છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More