Western Railway Pension Court: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર આ તારીખે થશે ‘પેન્શન અદાલત’નું આયોજન, પેન્શન સંબંધિત દરેક પ્રશ્નના મળશે જવાબ

On December 16, a pension court was held at the Ahmedabad division of the Western Railway

News Continuous Bureau | Mumbai

Western Railway Pension Court:  પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર રેલવે બોર્ડની સૂચના મુજબ નિવૃત્ત કર્મચારીઓના પેન્શન સંબંધિત પ્રશ્નોના ઝડપી નિકાલ માટે 16 ડિસેમ્બર, 2024 (સોમવાર)ના રોજ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. 

અમદાવાદ ડિવિઝનમાંથી ( Ahmedabad ) જે પણ કર્મચારી સેવાનિવૃત્ત થયા છે તે પેન્શનરો/ફેમિલી પેન્શનરોની પેન્શન સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે ડિવિઝનલ રેલવે મેનેજર ઑફિસ, અમદાવાદ ખાતે 16.12.2024 ના રોજ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ ડિવિઝનમાંથી રેલ્વે સેવામાંથી નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓ, પેન્શનરો/કૌટુંબિક પેન્શનરો ( Railway Staff ) અને પેન્શન સંબંધિત ફરિયાદો હોય, તેઓ તેમની અરજી (ત્રણ પ્રતિકૃતિમાં) ડિવિઝનલ રેલવે મેનેજર (સ્થાપના) ઑફિસ, અમદાવાદ ડિવિઝન પશ્ચિમ રેલવે, જીસીએસ હૉસ્પિટલ ની સામે અમદુપુરા અમદાવાદ માં 14.11.2024 સુધી સબમિટ કરી શકે છે. કૃપા કરીને અરજીમાં તમારું નામ, હોદ્દો, છેલ્લો પગાર, ભરતીની તારીખ, નિવૃત્તિની તારીખ, PPO નકલ અને ફરિયાદનો પ્રકાર દાખલ કરો.  જો કોઈ પેન્શનર ( Western Railway Pension Court ) ઈમેલ દ્વારા અરજી કરવા માંગે છે, તો તે આપેલ ઈમેલ ID- pensionadalat2020adi@gmail.comપર પણ અરજી કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Election Mahayuti-MNS : મહાયુતિ અને MNS સાથે આવશે? CM એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને MNS પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે ગુપ્ત બેઠક; ચર્ચાનું બજાર ગરમ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.