News Continuous Bureau | Mumbai
Cyber Security Awareness : સુરતના અડાજણ પર્ફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે ગુજરાતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નિયામક ICT અને ઈ-ગવર્નન્સ દ્વારા સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી સહિતના જિલ્લાઓના સરકારી કર્મચારીઓને નવીનતમ સાયબર એટેકસ, સંવેદનશીલ માહિતીની સિક્યોરિટી અને સાયબર ઈન્સીડન્ટ સહિતના મુદ્દાઓ અંગે સમજ આપવા માટે સાયબર સિક્યોરિટી અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો.

સેમિનારના પ્રથમ શેસનમાં ICT ઓફિસર હાર્દિક નારિયાએ સાયબર સિક્યોરિટી, સાયબર એટેકના વિવિધ પ્રકારો, સાયબર થ્રેટ્સ અને થ્રેટ્સના સ્રોતો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રકારના સાયબર એટેકસથી ( Cyber Attack ) બચવા માટે ડેસ્કટોપ અને ઈમેઇલ સુરક્ષા અને પાસવર્ડ સહિત પ્રોટેક્શન ઓફ પર્સનલ આઈડેન્ટીફિએલ ઈન્ફોર્મેશન (PII) જેવી કે આધાર, મોબાઈલ નં., મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશનના ઉપયોગ થકી પાસવર્ડ અને ડેટા સિક્યોરિટીથી જાગૃત્ત કરવામાં આવ્યા હતા.
આ સાથે પબ્લિક વાઈફાઈથી ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ટાળવા જોઈએ તેમજ સોશિયલ એન્જીનિયરિંગ અને સર્ચ એન્જિન સેફ્ટી અંગે વિગતે છણાવટ કરી સાયબર સિક્યોર થવા અનુરોધ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai Mega Block: રવિવારે ,દિવાળીની ખરીદી માટે જવાના છો ? તો પહેલા વાંચો આ સમાચાર, ત્રણેય રૂટ પર રહેશે મેગાબ્લોક; ચેક કરો શેડ્યૂલ..
આ સાથે સિક્યોરિટી સત્રમાં IT Act અને DPDPA (ડિજિટલ વ્યક્તિગત ડેટા સુરક્ષા અધિનિયમ) અંગે પણ મહત્વની માહિતગાર કરાયા હતા. સૌને સાયબર ક્રાઈમ ( Cyber Security Awareness ) અંગે જાગૃત બનવા, સચેત રહેવા અને ટૂંકા ગાળામાં નાણા કમાવા લોભલાલચમાં ન પડવા અને જો કોઈ નાગરિકો સાયબર ફ્રોડનો ( Cyber Fraud ) ભોગ બને તો તાત્કાલિક હેલ્પલાઈન નં. ૧૯૩૦ પર ફરિયાદ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી. સામાન્ય પ્રજાજનોને પણ હેલ્પલાઈન ૧૯૩૦ ના ઉપયોગ માટે જાગૃત્ત કરવા પ્રેરણા અપાઈ હતી.

સેમિનારનું ( Adajan Performing Arts Centre ) આયોજન ICT ઓફિસર પ્રશાંત ચૌહાણ, મદદનીશ નિયામક સંજય ભાભોર અને નાયબ નિયામક ડો.દેવેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
