News Continuous Bureau | Mumbai
BJP Maharashtra Assembly Elections 2024: રાજનીતિમાં જ્યારે કોઈ વ્યક્તિ પ્રવેશ કરતી હોય છે ત્યારે તેની ઈચ્છા નેતા બનવાની હોય છે. ઉત્તર મુંબઈ પણ આ નીતિ નિયમ અને સિદ્ધાંતથી ઉપર નથી. બોરીવલી માં ગુજરાતી અને અન્ય જમાતના કાર્યકર્તાઓ વર્ષોથી કામ કરે છે. તેઓ પાસે આંદોલનો કરાવવામાં આવે છે તેમજ નિવેદનો લખાવવામાં આવે છે અને બદલીમાં તેઓના નાના મોટા કામ એક ભિખારીની માફક કરવામાં આવે છે.
BJP Maharashtra Assembly Elections 2024: નેતાગીરીની તો વાત જ શું કરવી?
ભારતીય જનતા પાર્ટીના આ કાર્યકર્તાઓ એવું સમજે છે કે સમયની સાથે તેમનો રાજનૈતિક ( BJP Maharashtra Assembly Elections 2024 ) વિકાસ થશે. કોઈને મોટું પદ મળશે, કોઈ ચૂંટણી લડશે તો કોઈ સરકારી સિસ્ટમમાં ફિક્સ થશે. પરંતુ બોરીવલીમાં તો આવું કંઈ થતું જ નથી. રસ્તાનો કાર્યકર્તા એટલે ખરેખર રસ્તાનો કાર્યકર્તા. અને તેમાં પણ ધારાસભ્ય બનવાનું સપનું જોવું એ ગુનો છે. કારણ કે ધારાસભ્યતો ( BJP MLA ) એ વ્યક્તિ બને છે જે ભાજપના નેતાનો ચાટુકાર હોય. બોરીવલીમાં ધારાસભ્ય ગમે તે વ્યક્તિ બની શકે છે. માત્ર સ્થાનિક વ્યક્તિ નહીં…
આ સમાચાર પણ વાંચો : BJP Maharashtra Assembly Elections 2024: બોરીવલીનું રાજકારણ, વોટ ગુજરાતી પાસેથી લેવાના અને ટિકિટ બહારના ને આપીને રોલો પાડવાનો… ભાજપની બેવડી નીતિ બહાર આવી..
તો સવાલ એ છે કે સ્થાનિક વ્યક્તિએ એટલે કે સ્થાનિક કાર્યકર્તાએ( BJP workers ) શું કરવાનું? જવાબ છે રસ્તાના કિનારે ઊભા રહીને ડફલી વગાડવાની…