Rupali ganguly: સાવકી દીકરી ના આરોપો ની વચ્ચે પરિવાર સાથે મુવી ડેટ પર નીકળી રૂપાલી ગાંગુલી, અભિનેત્રી ના ચહેરા પર જોવા મળ્યા આવા હાવભાવ

Rupali ganguly: અનુપમા ની રૂપાલી પર તેની સાવકી દીકરી એ તેને ઘર તોડવા વાળી જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા હવે આ બધાની વચ્ચે રૂપાલી તેના પરિવાર સાથે મુવી ડેટ પર જોવા મળી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
rupali ganguly folded hands after stepdaughter allegations

News Continuous Bureau | Mumbai

 Rupali ganguly: રૂપાલી ને લોકો અનુપમા ના નામ થી જાણે છે. આ સિરિયલ થી રૂપાલી ઘર ઘર માં લોકપ્રિય બની ગઈ છે. અનુપમા માંથી જેટલા કલાકારો બહાર નીકળ્યા છે તેમને રૂપાલી ના સ્વભાવ ને લઈને ઘણા ખુલાસા કર્યા છે.હવે રૂપાલી ની સાવકી દીકરી એ તેના પર ઘર તોડવાવાળી જેવા ગંભીર આરોપો લગાવ્યા છે અને  તેમના સુખી પરિવારની આખી છબી સોશિયલ મીડિયા પર બગાડવામાં આવી છે.આ બધાની વચ્ચે રૂપાલી તેના પરિવાર સાથે મુવી ડેટ પર જોવા મળી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Anupama Rupali ganguly: ટીવી ની અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી પર લાગ્યો ગંભીર આરોપ, અભિનેત્રી ની સાવકી દીકરી ની પોસ્ટ થઇ વાયરલ

રૂપાલી નો વિડીયો થયો વાયરલ 

રૂપાલી ગાંગુલી તાજેતરમાં તેના પરિવાર સાથે એક ફિલ્મ જોવા આવી હતી ત્યારે તે પાપારાઝી ના કેમેરા માં કેદ થઇ હતી. પાપારાઝીએ અનુપમા સ્ટારને જોતાની સાથે જ તેને પોઝ આપવા કહ્યું. રૂપાલીએ તેના પતિ અશ્વિન અને પુત્ર રુદ્રાંશ સાથે તેમને પોઝ આપ્યો હતો. આ દરમિયાન રૂપાલી અને તેનો પરિવાર કેમેરા સામે હાથ જોડતો જોવા મળ્યો હતો.તેમજ રૂપાલી ના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રૂપાલી નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો અભિનેત્રી ને ટ્રોલ કરી રહ્યા છે અને તેને ઘર તોડવાવાળી પણ કહી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More