News Continuous Bureau | Mumbai
Gujarat PSS: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદીનો રાજ્યવ્યાપી પ્રારંભ સાબરકાંઠાના હિંમતનગરથી કરાવ્યો હતો.
પ્રાઈઝ સપોર્ટ સ્કીમ PSS ( Gujarat PSS ) અન્વયે ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુસર રાજ્યમાં ૧૬૦થી વધુ કેન્દ્રો દ્વારા ૯૦ દિવસ સુધી આ ખરીદી કરવામાં આવશે. રાજ્યભરના ૩.૭૦ લાખથી વધુ કિસાનોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
મુખ્યમંત્રીએ ( CM Bhupendra Patel ) આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે. જગતના તાતને સમૃદ્ધ કરતી અનેક કૃષિ કલ્યાણ યોજનાઓ તેમણે શરૂ કરાવી છે.
તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન કહે છે કે, ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, ખાતર અને પાકના ભાવો મળી રહે તો ખેડૂતો બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખેતી અને ખેડૂતને ( Gujarat Farmers ) સક્ષમ બનાવવા કરેલા કાર્યો અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, નર્મદાના વહી જતાં પાણીને ખેતરો સુધી સિંચાઈ માટે પહોંચાડયા. પ્રત્યેક જિલ્લામાં ૭૫ જેટલા અમૃત સરોવરનું નિર્માણ અને ‘કેચ ધ રેઇન’ અંતર્ગત બોર બનાવાયા. વધુમાં ખેડૂતોને ( support price ) પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે તે પ્રકારનું સુદ્રઢ આયોજન વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં થયુ છે.
આવા બધા જ સફળ આયોજનને પરિણામે ગુજરાતમાં ( Price Support Scheme ) પાછલા ૨૩ વર્ષમાં અભૂતપૂર્વ કૃષિ વિકાસ થયો છે તેની છણાવટ તેમણે કરી હતી. આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્યનો પિયત વિસ્તાર આજે ૬૨ લાખ હેક્ટર થઈ ગયો છે. એટલું જ નહીં, એગ્રીકલ્ચર સેક્ટરમાં ઉત્પાદન પણ વધીને ૨.૭ લાખ કરોડ થયું છે.
મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતી ( Organic Farming ) વિશે વાત કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા મુહિમ ચલાવી રહ્યા છે. ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સારા પરિણામો મળ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ ઉપસ્થિતિ સૌ ખેડૂતોને કહ્યું કે, જળ જમીનને બચાવવા અને રોગોથી બચવા પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું પડશે.
આ સમાચાર પણ વાંચો: Bharat Scout and Guide Flag Day: અમદાવાદના પીએમ શ્રી કેવી કેન્ટ ખાતે સ્કાઉટ્સ અને ગાઈડ્સના ધ્વજ દિવસની કરાઈ ઉજવણી, હાથ ધરવામાં આવ્યું આ અભિયાન.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે ત્યારે આપણે સૌ પણ સંકલ્પબદ્ધ થઈ વિકસિત ભારતના નિર્માણમાં વિકસીત ગુજરાત બનાવીને આપણું યોગદાન આપીએ.
હિંમતનગર ખાતેથી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ખેડૂતો પાસેથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો.
આ પ્રસંગે, કૃષિ કલ્યાણની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને કૃષિ સહાયનું વિતરણ કર્યું.
માનનીય વડાપ્રધાન શ્રી… pic.twitter.com/wAgOF3G1rS
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 11, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જિલ્લાના ખેડૂતોને વિવિધ યોજનાકીય સહાયના ચેક અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતો ( Indian farmers ) માટે ટેકાના ભાવે ખરીદી કરવાના રાજ્યવ્યાપી પ્રારંભ બદલ આનંદપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ખેડૂતોના ઉત્કર્ષ માટે કાર્યરત છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે જેના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોના હિતમાં વિવિધ પાકો માટે ટેકાના ભાવો જાહેર કરવામાં આવે છે. ખેડૂતોના પાકની પારદર્શી રીતે પૂરતા પ્રમાણમાં ખરીદી થાય અને તેમને સમયસર નાણાં મળી રહે તે પ્રકારનું આયોજન કરાયું છે તેવું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ કૃષિમેળા જેવા આયોજનો થકી ગુજરાતે કૃષિ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે જેના કારણે રાજ્યના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બન્યા છે. વધુમાં મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી દ્વારા અતિવૃષ્ટિ જેવા સંકટમાં ખેડૂતો માટે જાહેર કરાયેલ સહાયનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ખેડૂતોના કલ્યાણ માટે મુખ્યમંત્રી શ્રી સદાય તત્પર રહ્યા છે.
આ પ્રસંગે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડો.અંજુ શર્માએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોને વિવિધ યોજનાઓ થકી નવીનતમ ટેકનોલોજીનો મહત્તમ લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર કાર્યરત છે.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં મગફળી માટે રૂ.૬૭૮૩, મગ માટે રૂ.૮૬૮૨, અડદ માટે રૂ.૭૪૦૦ તેમજ સોયાબીન માટે રૂ.૪૮૯૨ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરાયા છે. રાજ્યના તમામ ૧૬૦ કેન્દ્રો ખાતેથી ૯૦ દિવસ સુધી ખરીદી ચાલશે.
આ સમાચાર પણ વાંચો: Sanjiv Khanna PM Modi: સંજીવ ખન્નાએ ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે લીધા શપથ, PM મોદીએ પાઠવી શુભેચ્છા.
આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબહેન પટેલ, સાંસદસભ્ય શ્રીમતી શોભનાબહેન બારૈયા, રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબહેન બારા, ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, શ્રી વી.ડી. ઝાલા, જિલ્લા કલેકટર શ્રી ડો.રતન કંવર ગઢવીચારણ, એગ્રો ઇન્ડસ્ટ્રીઝના એમ.ડી. શ્રી દીપેન શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા તથા સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)