News Continuous Bureau | Mumbai
PM Modi Luiz Inacio Lula da Silva: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરના રોજ રિયો ડી જાનેરોમાં G20 સમિટની સાથે સાથે બ્રાઝિલના રાષ્ટ્રપતિ મહામહિમ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ લુલાનો તેમના આતિથ્ય સત્કાર માટે આભાર માન્યો હતો અને બ્રાઝિલના G-20 અને IBSA પ્રેસિડન્સીની સફળતા બદલ તેમને અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) ગરીબી અને ભૂખ સામે વૈશ્વિક જોડાણની સ્થાપના માટે બ્રાઝિલની પહેલની પ્રશંસા કરી અને તેના માટે ભારતનું મજબૂત સમર્થન વ્યક્ત કર્યુ હતું.
Prime Minister @narendramodi and President @LulaOficial of Brazil had a productive meeting in Rio de Janeiro. They reviewed the complete spectrum of India-Brazil bilateral ties and agreed to advance cooperation in sectors such as defence, agriculture, biofuels, digital technology… pic.twitter.com/oWPrUcD7td
— PMO India (@PMOIndia) November 19, 2024
G-20 ટ્રોઇકાના સભ્ય તરીકે, પ્રધાનમંત્રીએ બ્રાઝિલના ( PM Modi Luiz Inacio Lula da Silva ) જી-20 એજન્ડા માટે ભારતના સમર્થનને પણ રેખાંકિત કર્યું હતું જે ટકાઉ વિકાસ અને વૈશ્વિક શાસન ) સુધારણા પર કેન્દ્રિત છે, જેણે વૈશ્વિક દક્ષિણની ચિંતાઓને પ્રાધાન્ય આપ્યું છે. ( G20 Brasil ) તેમણે આવતા વર્ષે BRICS અને COP 30ના બ્રાઝિલના નેતૃત્વ માટે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમને ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.
આ સમાચાર પણ વાંચો : Vijay Deverakonda: શું ખરેખર રિલેશનશિપ માં છે વિજય દેવરાકોંડા? સાઉથ સુપરસ્ટાર અભિનેતા એ કર્યો ખુલાસો
બેઠક ( G20 Summit ) દરમિયાન, ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને વધારવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કૃષિ, સંરક્ષણ, ડિજિટલ ટેકનોલોજી, પ્રવાસન, બાયોફ્યુઅલ, ફાર્માસ્યુટિકલ્સ અને અવકાશ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
બંને નેતાઓએ વૈશ્વિક અને પ્રાદેશિક મહત્વના મુદ્દાઓ પર પણ વિચાર વિનિમય કર્યો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)