News Continuous Bureau | Mumbai
ICA Global Cooperative Conference 2024 PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આઇસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું ઉદઘાટન કરશે અને નવી દિલ્હીનાં ભારત મંડપમ ખાતે સંયુક્ત રાષ્ટ્રનાં આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025નો શુભારંભ કરશે.
ICA વૈશ્વિક સહકારી પરિષદ અને ICA જનરલ એસેમ્બલીનું આયોજન આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણ (ICA)ના 130 વર્ષના લાંબા ઇતિહાસમાં પ્રથમ વખત ભારતમાં કરવામાં આવી રહ્યું છે, જે વૈશ્વિક સહકારી ચળવળની અગ્રણી સંસ્થા છે. ICA અને ભારત સરકાર અને ભારતીય સહકારી સંસ્થાઓ AMUL અને KRIBHCO ના સહયોગથી ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO) દ્વારા આયોજિત વૈશ્વિક પરિષદ 25 થી 30 નવેમ્બર દરમિયાન યોજાશે.
આ પરિષદની થીમ ” કોઓપરેટિવ્સ બિલ્ડ પ્રોસ્પરિટી ફોર ઓલ ” છે જે ભારત સરકારની “સહકાર સે સમૃદ્ધિ” (સહકારથી સમૃદ્ધિ)નાં વિઝન સાથે સુસંગત છે. આ કાર્યક્રમમાં યુનાઇટેડ નેશન્સ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી)ને હાંસલ કરવામાં વિશ્વભરમાં સહકારી મંડળીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને તકોનું સમાધાન કરવા ચર્ચા, પેનલ સત્રો અને કાર્યશાળાઓ યોજાશે, ખાસ કરીને ગરીબી નાબૂદી, લૈંગિક સમાનતા અને સ્થાયી આર્થિક વૃદ્ધિ જેવા ક્ષેત્રોમાં.
પ્રધાનમંત્રી ( Narendra Modi ) સંયુક્ત રાષ્ટ્રનાં સહકારી વર્ષ 2025નો શુભારંભ કરશે, જે “કોઓપરેટિવ્સ બિલ્ડ એ બેટર વર્લ્ડ” એ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે સામાજિક સર્વસમાવેશકતા, આર્થિક સશક્તીકરણ અને સ્થાયી વિકાસને પ્રોત્સાહન આપવામાં સહકારી મંડળીઓની પરિવર્તનકારી ભૂમિકા પર ભાર મૂકશે. સંયુક્ત રાષ્ટ્રનાં એસડીજીએ સહકારી સંસ્થાઓને ( United Nations Year of Cooperatives 2025 ) સ્થાયી વિકાસનાં મહત્ત્વપૂર્ણ પરિબળો તરીકે માન્યતા આપી છે, ખાસ કરીને અસમાનતા ઘટાડવા, યોગ્ય કાર્યને પ્રોત્સાહન આપવા અને ગરીબી દૂર કરવા માટે. વર્ષ 2025 એ એક વૈશ્વિક પહેલ હશે જેનો હેતુ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ પડકારોને પહોંચી વળવા સહકારી ઉદ્યોગોની શક્તિનું પ્રદર્શન કરવાનો છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics : મહારાષ્ટ્રમાં શરમજનક હાર બાદ રાજીનામાનો દોર શરૂ, કોંગ્રેસ ના દિગ્ગ્જ નેતાએ પાર્ટીને કહ્યું ટાટા, બાય બાય…
પ્રધાનમંત્રી ( ICA Global Cooperative Conference 2024 PM Modi ) એક સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ પણ લોન્ચ કરશે, જે સહકારી આંદોલન પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. સ્ટેમ્પમાં કમળનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે શાંતિ, તાકાત, સ્થિતિસ્થાપકતા અને વૃદ્ધિનું પ્રતીક છે, જે ટકાઉપણા અને સામુદાયિક વિકાસના સહકારી મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. કમળની પાંચ પાંખડીઓ પ્રકૃતિના પાંચ તત્ત્વો (પંચતત્વ)નું પ્રતિનિધિત્વ કરે છે, જે પર્યાવરણીય, સામાજિક અને આર્થિક ટકાઉપણા પ્રત્યે સહકારી મંડળીઓની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડે છે. તેની ડિઝાઇનમાં કૃષિ, ડેરી, મત્સ્યઉદ્યોગ, ગ્રાહક સહકારી મંડળીઓ અને આવાસ જેવા ક્ષેત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ડ્રોન સાથે કૃષિમાં આધુનિક ટેકનોલોજીની ભૂમિકાનું પ્રતીક છે.
ભૂતાનનાં માનનીય પ્રધાનમંત્રી મહામહિમ દાશો શેરિંગ તોબગે ( Tshering Tobgay ) અને ફિજીનાં માનનીય નાયબ પ્રધાનમંત્રી મહામહિમ મનોઆ કામિકેમા તથા 100થી વધારે દેશોમાંથી આશરે 3,000 પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.