Iran-Israel Conflict:’ નેતન્યાહુને મળવી જોઈએ ફાંસી…’ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીની મોટી માંગ…

Iran-Israel Conflict: ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ ઈઝરાયલના વડાપ્રધાન અને પૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. કોર્ટે નેતન્યાહુ વિરુદ્ધ યુદ્ધ અપરાધો માટે આ વોરંટ જારી કર્યું છે. આઈસીસી દ્વારા ઈઝરાયેલના પીએમ વિરુદ્ધ આ કડક પગલું માનવામાં આવી રહ્યું છે પરંતુ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેની તેનાથી સંતુષ્ટ નથી. તેમણે ગાઝા અને લેબનોનમાં હુમલાઓ માટે ઇઝરાયલી નેતાઓને મૃત્યુદંડ આપવા માટે હાકલ કરી છે.

by kalpana Verat
Iran-Israel Conflict Iran Supreme leader Ayatullah Ali Khamenei demands death penalty for Netanyahu

News Continuous Bureau | Mumbai

Iran-Israel Conflict:ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને પૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ વિરુદ્ધ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઈસીસી) દ્વારા  અરેસ્ટ વોરંટ  જારી કરવામાં આવ્યું છે. દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ  અરેસ્ટ વોરંટ પર તીખી પ્રતિક્રિયા આપી છે.  ખામેનીએ ગાઝા અને લેબનોનમાં હુમલાઓ માટે ઇઝરાયેલી નેતાઓ માટે મૃત્યુદંડની માંગ કરતા કહ્યું, આ ગુનેગાર નેતાઓ માટે ધરપકડ વોરંટ પૂરતું નથી; તેમના માટે મૃત્યુદંડ જારી થવો જોઈએ.

 Iran-Israel Conflict:ઈઝરાયેલના શાસને જે કર્યું છે તે વિજય નથી પરંતુ એક ભયંકર અપરાધ

વાસ્તવમાં આજે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ  આઈઆરજીસીની બાસીજ ફોર્સને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે ગાઝા અને લેબનોનમાં ચાલી રહેલા ઈઝરાયેલ હુમલાનો ઉલ્લેખ કરતા નેતન્યાહુ પર મોટો હુમલો કર્યો હતો. બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અપરાધિક અદાલત દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટનો ઉલ્લેખ કરતા, ખામેનીએ તેને અપૂરતું ગણાવ્યું અને કહ્યું કે ગાઝા અને લેબેનોનમાં આચરવામાં આવેલા યુદ્ધ અપરાધો માટે નેતન્યાહુને મૃત્યુદંડ મળવો જોઈએ.

ઈરાની મીડિયામાં જાહેર કરાયેલા ખમેનીના ભાષણમાં કહેવામાં આવ્યું છે કે ગાઝા અને લેબનોનમાં લોકો પર બોમ્બમારો કરીને ઈઝરાયેલના શાસને જે કર્યું છે તે વિજય નથી પરંતુ એક ભયંકર અપરાધ છે. હવે તેના માટે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે પરંતુ તે અપૂરતું છે. તેને મૃત્યુદંડ મળવો જોઈએ. ખામેનીએ કહ્યું કે જે રીતે લેબનોન અને ગાઝામાં નાગરિકોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા તે આતંકવાદનું કૃત્ય છે.

Iran-Israel Conflict:ધરપકડ વોરંટ પૂરતું નથી – ખામેની

સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના સ્વાસ્થ્યને લઈને છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઘણી અટકળો ચાલી રહી હતી, પરંતુ સોમવારે તેહરાનમાં આયોજિત ‘બસિજ સપ્તાહ’ દરમિયાન તેમણે દેશભરના બાસીજ ફોર્સના સભ્યોને મળ્યા અને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે યહૂદી પ્રશાસને ગાઝા અને લેબનોનમાં જે કર્યું છે તે તેમની જીત નથી પરંતુ યુદ્ધ અપરાધ છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલના વડાપ્રધાન માટે ધરપકડ વોરંટ પૂરતું નથી. તેમણે કહ્યું કે ભવિષ્યમાં પ્રતિકાર શક્તિને વધુ વિસ્તૃત કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Adani US indictment: હવે આ રાજ્યની સરકારે અદાણીને આપ્યો ઝટકો, દાનમાં આપેલા 100 કરોડ કરશે પરત..

જણાવી દઈએ કે ICCએ હમાસના સૈન્ય પ્રમુખ મોહમ્મદ દૈફ વિરુદ્ધ પણ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. આ નિર્ણયને લઈને ઈઝરાયેલમાં ગુસ્સો છે અને ઈઝરાયલે તેને શરમજનક અને વાહિયાત ગણાવ્યું છે. ગાઝાના રહેવાસીઓએ આશા વ્યક્ત કરી કે આ હિંસાનો અંત લાવવામાં મદદ કરશે અને યુદ્ધ અપરાધો માટે જવાબદાર લોકોને ન્યાય અપાવવામાં મદદ કરશે, ઇઝરાયેલે ગાઝામાં યુદ્ધ ગુનાઓને નકારી કાઢ્યા છે, હેગ સ્થિત અદાલતના અધિકારક્ષેત્રને નકારી કાઢ્યું છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More