Nargis Fakhri: નરગીસ ફકરી ની બહેન ની થઇ ધરપકડ, આ મામલે થઇ શકે છે અભિનેત્રી ની બહેન ને આજીવન કેદ ની સજા

Nargis Fakhri: નરગીસ ફકરી બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે હવે અભિનેત્રી ને બહેન ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નરગીસ ફકરી ની બહેનની હત્યાના આરોપમાં પોલીસે ધરપકડ કરી લીધી છે.તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Nargis Fakhri: નરગીસ ફકરી બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. નરગીસે રણબીર કપૂર સાથે ફિલ્મ રોકસ્ટાર માં કામ કર્યું હતું. હવે અભિનેત્રી ને બહેન ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નરગીસ ફકરી ની બહેનની હત્યાના આરોપમાં પોલીસે ધરપકડ કરી લીધી છે.તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો       

આ સમાચાર પણ વાંચો : Allu arjun: અલ્લુ અર્જુન ની મુશ્કેલી વધી, આ મામલે પુષ્પા 2 ફેમ અભિનેતા સામે નોંધાઈ ફરિયાદ

નરગીસ ફકરી ની બહેન ની હત્યા ના મામલે થઇ ધરપકડ 

મીડિયા રિપોર્ટ મુજબ નરગીસ ફકરી ની બહેન આલિયા ફિકરી તેના એક્સ બોયફ્રેન્ડ સાથે પેચઅપ કરવા માંગતી હતી. પરંતુ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ એડવર્ડ જેકોબ્સે તેની સાથે ફરીથી સંબંધ બાંધવાનો ઇનકાર કર્યો હતો. આનાથી ગુસ્સે થઈને નરગીસની બહેને તેના પૂર્વ બોયફ્રેન્ડ અને તેની વર્તમાન ગર્લફ્રેન્ડ એટીનીની હત્યા કરી નાખી. આ સમગ્ર મામલે ફરિયાદીનું કહેવું છે કે આલિયા એ ન્યૂયોર્કમાં તેના પૂર્વ બોયફ્રેન્ડના ઘરના ગેરેજમાં આગ લગાવી દીધી હતી. આ આગમાં તેના એક્સ બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પોલીસે નરગીસની બહેનને કસ્ટડીમાં લીધી છે. પોલીસે તેઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla USA (@pinkvillausa)


મીડિયા રિપોર્ટ માં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જો નરગીસ ની બહેન આલિયા પરના આ ગંભીર આરોપો સાબિત થાય છે તો તેને આજીવન કેદની સજા થઈ શકે છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More