News Continuous Bureau | Mumbai
Badam Halwaબદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો બદામને શેકીને ખાવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો રોજ સવારે ખાલી પેટે પલાળેલી બદામ ખાવાનું પસંદ કરે છે. ઠંડા વાતાવરણમાં તમે બદામનો ગરમા ગરમ હલવો બનાવીને ખાઈ શકો છો. તેને બનાવવા માટે માત્ર થોડા ઘટકોની જરૂર છે. અને તે સ્વાદ અને પોષણથી ભરપૂર છે.
Badam Halwa બદામના હલવાની સામગ્રી
- 1 કપ બદામ (બારીક સમારેલી)
- 1/2 કપ ઘી, 1/2 કપ ખાંડ (સ્વાદ મુજબ)
- 1 કપ દૂધ
- 1/4 ચમચી એલચી પાવડર
- કેસરના દોરા (વૈકલ્પિક)
- 1/4 કપ કાજુ, પિસ્તા
Badam Halwa બદામનો હલવો કેવી રીતે બનાવવો
બદામનો હલવો બનાવવા માટે બદામને ધોઈને 4 કલાક પલાળી રાખો, જો તમે ઈચ્છો તો તેને આખી રાત પલાળી શકો છો. ત્યારબાદ પલાળેલી બદામની છાલ કાઢી લો. પછી ગ્રાઇન્ડરમાં બદામ, ખાંડ અને થોડું દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. નોન-સ્ટીક પેન અથવા કઢાઈમાં ઘી ગરમ કરો. બદામની પેસ્ટ ઉમેરો અને સતત હલાવતા રહીને પકાવી લો, પછી તેમાં કેસરનું દૂધ ઉમેરી, સારી રીતે મિક્સ કરી. મધ્યમ તાપ પર 1-2 મિનિટ સુધી પકાવી લો. તે ઘટ્ટ થવા લાગે એટલે તેમાં 1 ટેબલસ્પૂન ઘી અને એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો. કલર બદલાવા લાગે એટલે ગેસ બંધ કરી દો. બદામનો હલવો તૈયાર છે. જો તમે ઈચ્છો તો તેને ડ્રાયફ્રૂટ્સ, કાજુ અને પિસ્તાના ટુકડાથી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.
આ સમાચાર પણ વાંચો : Dal Dhokli Recipe : ટેસ્ટી ખાવાનું મન છે ? તો બનાવો ‘દાળ ઢોકળી’, ખાઈને દિલ થઇ જશે ખુશ, નોટ કરી લો રેસિપી..