News Continuous Bureau | Mumbai
Pushpa 2: પુષ્પા 2 ના સ્ક્રીનિંગ દરમિયાન સંધ્યા થિયેટર માં થયેલી નાસભાગ માં એક મહિલા નું નિધન થયું હતું તેમજ તેનો દીકરો ઘયલ થયો હતો જે હાલ હોસ્પિટલ માં સારવાર લઇ રહ્યો છે. આ મામલે અલ્લુ અર્જુન ની ધરપકડ પણ કરવામાં આવી હતી. હવે પીઢ તેલુગુ ફિલ્મમેકરે જે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગના સંબંધમાં ધરપકડ કર્યા બાદ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ટીકા કરી છે
આ સમાચાર પણ વાંચો: Radhika merchant: પતિ અનંત સાથે નહીં પરંતુ આ લોકો સાથે રાધિકા મર્ચન્ટે ઉજવ્યો નાતાલ નો તહેવાર, અલગ અંદાજ માં જોવા મળી અંબાણી પરિવાર ની નાની વહુ
તેલુગુ ફિલ્મ મેકરે સાધ્યું અલ્લુ અર્જુન પર નિશાન
સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેલુગુ ફિલ્મમેકરે નામ લીધા વિના અલ્લુ અર્જુન પર નિશાન સાધતા કહ્યું, ‘ એક વ્યક્તિ (અલ્લુ અર્જુન)ના ઘમંડ અને ભૂલને કારણે સમગ્ર તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સમક્ષ ઝૂકવાની ફરજ પડી છે.આ કમનસીબ છે. જો કે ભૂલો અજાણતા હોઈ શકે છે, તેમને ઢાંકવા માટે જાણી જોઈને ખોટું બોલવું અસ્વીકાર્ય છે.દર વખતે ઈન્ડસ્ટ્રીએ મુખ્યમંત્રી પાસે જઈને હાથ જોડીને ઊભા રહેવું પડે છે. પણ આ સ્થિતિ કેમ સર્જાઈ? તાજેતરની ઘટનાઓને જોતાં માત્ર ઉદ્યોગમાં જ નહીં પણ બહારના લોકોને પણ સ્પષ્ટતા મળે છે.
Noted Tollywood personality, Producer and Director Tammareddy Bharadwaj has come out strong against #AlluArjun :
“Due to one person’s “EGO” the entire #TeluguFilmIndustry , has to bow down before the Chief Minister (#RevanthReddy)”
“May be it’s unfortunate, but mistake has been… pic.twitter.com/2olA553tJP
— Surya Reddy (@jsuryareddy) December 27, 2024
તેલુગુ ફિલ્મમેકરે નાસભાગનો ઉલ્લેખ કરતાં કહ્યું, ‘ચાહકો ફિલ્મ સ્ટાર્સને ભગવાન માને છે, અને સ્ટાર્સ એવું વર્તન કરે છે કે જાણે તેઓ કાફલામાં મુસાફરી કરે છે અને જ્યાં જાય છે ત્યાં રોડ શો કરે છે. તાજેતરના સમયમાં આ એક ટ્રેન્ડ બની ગયો છે. જો કે, જો તેઓ શાંતિથી જશે, જો તમે ફિલ્મ જોશો અને કોઈ અવાજ કર્યા વિના પાછા ફરો તો આવી ઘટનાઓ નહીં બને.’
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)