News Continuous Bureau | Mumbai
Road Safety: પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં પોલીસ કમિશનર કચેરી ખાતે શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં પોલીસ કમિશનરશ્રીએ ટ્રાફિક નિયમ પાલન માટે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે એ પ્રકારના સઘન કાર્યક્રમો કરવા અંગે વિગતે ચર્ચા કરી હતી. તેમણે ટ્રાફિક પોલીસ નાગરિકોની સલામતી અને રોડ પરની સુરક્ષા માટે સતત પ્રયાસો કરી રહી છે એમ જણાવી સુરતમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે વાહનોનું યોગ્ય જગ્યાએ પાર્કિંગ થાય તેમજ નો પાર્કિંગ એરિયામાં ન થાય તે માટે સઘન કામગીરી કરવા અને આડેધડ પાર્કિંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આ ઉપરાંત, રખડતા પશુઓ મામલે ચર્ચા કરતા મહાનગરપાલિકા દ્વારા આ અંગે કરવામાં આવેલી કામગીરીની વિગતે સમીક્ષા કરી હતી. મહાનગરપાલિકા દ્વારા નવેમ્બરમાં ૩૯૩ અને ડિસેમ્બરમાં ૨૧૩ રખડતા ઢોરોને પકડવામાં આવ્યા અને ૧૮ લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો :Hazira Oil Companies: હજીરા સ્થિત ઓઈલ કંપનીઓના બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ખાતે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજાઈ
ઝોનલ ઓફિસરોએ કરેલ કામગીરી જેવી કે,સ્ટોપ લાઇન, ઝીબ્રા ક્રોસિંગ, નો પાર્કિંગ- સ્પીડ લિમીટ-પાર્કીંગના સાઇન બોર્ડ અને પીળા પટ્ટા સહિતની કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત જંક્શન પાસે થતાં ટ્રાફિકને હલ કરવા માટેના સુચનો આપવામાં આવ્યા હતા.
વધુમાં વર્ષ ૨૦૨૩ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર ૮૯૭ વાહનચાલકો અને વર્ષ ૨૦૨૪ માં ૯૯૫ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી આર.ટી.ઓ કચેરી દ્વારા કરવામાં આવી હતી, જે મુદ્દાની ચર્ચા કરતા કમિશનરે જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ નિયમોનું પાલન થશે, માટે કામગીરીને વધુ સઘન બનાવવામાં આવે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.
આ સમાચાર પણ વાંચો :Israel Benjamin Netanyahu : યુદ્ધ વચ્ચે યારીવ લેવિન બન્યા ઇઝરાયેલના કાર્યકારી વડાપ્રધાન, જાણો કારણ..
આ ઉપરાંત ટ્રાફિક સિગ્નલ અપડેટ કરવા, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસો, બ્લેક સ્પોટ પર ૧૦૮ ઈમર્જન્સી સેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની ચર્ચા કરાઈ હતી.
બેઠકમાં ટ્રાફિકના નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક, આર.ટી.ઓ અધિકારી, મનપાના કાર્યપાલક ઈજનેર, ટ્રાફિક શાખાના અધિકારીઓ, કાઉન્સિલના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.