Shahrukh khan: નવા વર્ષ ની ઉજવણી કરવા પરિવાર સાથે જામનગર પહોંચ્યો શાહરુખ ખાન, પોતાનો ચહેરો છુપાવવા કિંગ ખાને અપનાવ્યો આ પેંતરો

Shahrukh khan: શાહરુખ ખાન નવા વર્ષ ની ઉજવણી કરવા તેની પત્ની ગૌરી ખાન અને અબરામ ખાન સાથે જામનગર પહોંચ્યો હતો આ દરમિયાન કિંગ ખાન મીડિયા થી તેનો ચહેરો છુપાવતો જોવા મળ્યો હતો.

by Zalak Parikh
shahrukh khan spotted at jamnagar airport with family

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: નવા વર્ષનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. શાહરુખ ખાન તાજેતર માં જ તેની પત્ની ગૌરી ખાન, અબરામ ખાન અને સુહાના સાથે અલીબાગ માં વેકેશન માણી ને પરત ફર્યો હતો. હવે શાહરુખ તેના પરિવાર સાથે જામનગર અંબાણી પરિવાર સાથે નવા વર્ષ ની ખાસ ઉજવણી માટે પહોંચ્યો હતો. આ દરમિયાન શાહરુખ મીડિયા થી તેનો ચહેરો છુપાવતો જોવા મળ્યો હતો.  

આ સમાચાર પણ વાંચો : Salman khan birthday: સલમાન ખાને તેની ભાણી સાથે કાપી રંગબેરંગી કેક, જન્મદિવસ ની ઉજવણી નો અંદર નો વિડીયો થયો વાયરલ

શાહરુખ ખાને મીડિયા થી છુપાવ્યો તેનો ચહેરો 

ગઈકાલે શાહરુખ ખાન તેની પત્ની ગૌરી ખાન સાથે જામનગર પહોંચ્યો હતો આ દરમિયાન શાહરૂખ ખાન બ્લેક ટી-શર્ટ અને મેચિંગ હૂડીમાં જોવા મળ્યો હતો, શાહરુખ ખાને મીડિયા થી બચવા માટે તેની હુડી થી તેના ચહેરા ને છુપાવતો જોવા મળ્યો હતો. શાહરુખ ની પત્ની ગૌરી ખાને સફેદ શર્ટ, પીળા બ્લેઝર સાથે સ્ટાઇલિશ જીન્સ અને કાળા ચશ્મા પહેરીને બોસ લેડી લુક અપનાવ્યો હતો. 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


શાહરુખ ખાન તાજેતર માં જ તેના પરિવાર સાથે અલીબાગ માં વેકેશન માણીને પરત ફર્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More