News Continuous Bureau | Mumbai
IRCTC Down: ભારતીય રેલવેની ટિકિટ બુકિંગ એપ અને વેબસાઇટ આજે ફરી એકવાર ઠપ્પ થઈ ગઈ છે. એક જ મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે IRCTC ડાઉન થઇ છે અને લોકોને ટિકિટ બુક કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તત્કાલ ટિકિટ બુકિંગ સમયે IRCTC ડાઉન છે અને તેના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઈન્ટરનેટ આઉટેજ પર નજર રાખતી વેબસાઈટ DownDetector અનુસાર, IRCTC વેબસાઈટ ડાઉન હોવાના લગભગ 1,500 અહેવાલો સવારે 10:12 વાગ્યે મળ્યા હતા. આ અહેવાલો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકતા સહિત દેશના ઘણા શહેરોમાંથી મળ્યા હતા.
IRCTC Down:IRCTC ડાઉન હોવાની ફરિયાદ
સોશિયલ મીડિયા પર લોકો IRCTC ડાઉન હોવાની ફરિયાદ કરી રહ્યા છે. તત્કાલ બુકિંગ દરમિયાન એક યુઝરે લખ્યું કે આ શું બકવાસ છે. કેપ્ચા દેખાતું નથી. રીલોડ પર ક્લિક કરવા પર, ટ્રાન્ઝેક્શન કરવા માટે સક્ષમ કરો દેખાઈ રહ્યું છે. IRCTC ફરી ડાઉન છે. અન્ય યુઝરે લખ્યું કે IRCTC એપ અને વેબસાઈટ બંને ક્રેશ થઈ ગયા છે. કેપ્ચા સર્વર ક્રેશ થયું છે. તેઓએ કેપ્ચા 2.0 છોડીને ક્લાઉડ પર શિફ્ટ થવું જોઈએ. રેલ્વે મંત્રીને ટેગ કરીને એક યુઝરે લખ્યું કે જો તમે લોકો IRCTC ચલાવી શકતા નથી તો તેને એક્સપર્ટ્સ અને પ્રોફેશનલ્સ પર છોડી દેવી જોઈએ. આની જવાબદારી કોઈએ લેવી પડશે.
IRCTC Down:ડિસેમ્બરનો ત્રીજો મોટો આઉટેજ
આ મહિનામાં ભારતીય રેલવેમાં આ ત્રીજી મોટી આઉટેજ છે. આ પહેલા 9 ડિસેમ્બરે ઈ-ટિકિટિંગ પ્લેટફોર્મ સમારકામને કારણે એક કલાક માટે અને 26 ડિસેમ્બરે પણ મેઈન્ટેનન્સ એક્ટિવિટીને કારણે લાંબા સમય સુધી બંધ રહ્યું હતું. આ સમય દરમિયાન પણ તત્કાલ ટિકિટ બુક કરાવનારા લોકોને સૌથી વધુ અસર થઈ હતી.
IRCTCએ પોતાની એક એડવાઈઝરીમાં કહ્યું હતું કે જે લોકો તેમની ટિકિટ કેન્સલ કરવા ઈચ્છે છે તેઓ કસ્ટમર કેર પર ફોન કરીને આમ કરી શકે છે. આ સિવાય તેઓ ટિકિટ ડિપોઝિટ રિસિપ્ટ (TDR) માટે ઈમેલ કરી શકે છે. IRCTCએ સંપર્ક નંબર 14646, 08044647999, 08035734999 આપ્યા હતા. ટિકિટ સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે, etickets@irctc.co.in પર મેઇલ મોકલી શકાય છે.