News Continuous Bureau | Mumbai
Muraadabad Block: ઉત્તર રેલવે મુરાદાબાદ ડિવિઝનના મુરાદાબાદ-સહારનપુર સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રીશેડ્યુલ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
• 5, 7, 10, 12, 14, 17 અને 19 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદથી દોડનારી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ અમદાવાદથી એક કલાક 30 મિનિટ માટે રીશેડ્યુલ કરવામાં આવશે. એટલે કે તે અમદાવાદથી તેના નિર્ધારિત પ્રસ્થાન સમય 11.05 ને બદલે 12:35 વાગ્યે ઉપડશે.
આ સમાચાર પણ વાંચો : Swagat Program: અમદાવાદ જિલ્લામાં જાન્યુઆરી માસનો તાલુકા અને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે કૃપા કરીને મુસાફરી કરતી વખતે ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખો. ટ્રેનોના સમય, રોકાણ અને શ્રેણી સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.