News Continuous Bureau | Mumbai
Sky force: અક્ષય કુમારની આગામી ફિલ્મ સ્કાય ફોર્સનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.આ ફિલ્મ દેશભક્તિ પર આધારિત છે.આ ફિલ્મ થી વીર પહાડીયા ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. હવે સ્કાય ફોર્સ નું નવું ગીત રિલીઝ થાય તે પહેલા જ વિવાદ માં આવ્યું છે. બોલિવૂડના ગીતકાર મનોજ મુન્તાશીરે સ્કાય ફોર્સ ટીમ પર પોતાની નારાજગી વ્યક્ત કરતા ટીમને કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી છે.
આ સમાચાર પણ વાંચો: Allu arjun: સંધ્યા થિયેટર માં નાસભાગ દરમિયાન ઘાયલ થયેલા બાળક ને મળવા માટે અલ્લુ અર્જુને કરવું પડશે આ નિયમ નું પાલન, પોલીસે આપી અભિનેતા ની નવી નોટિસ
મનોજ મુન્તાશીરે આપી ધમકી
મનોજ મુન્તાશીરે તેના એક્સ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે. મનોજ એ આ ગીતનું ટીઝર શેર કરતા લખ્યું – ‘કૃપા કરીને નોંધ લો Jio Studios, Maddock Films, Saregama Global, આ ગીત માત્ર ગાયું અને કમ્પોઝ કર્યું નથી પરંતુ તે એવા વ્યક્તિ દ્વારા પણ લખવામાં આવ્યું છે જેણે પોતાનું બધુ લોહી અને પરસેવો આપ્યો છે. શરૂઆતની ક્રેડિટમાંથી લેખકનું નામ હટાવવું એ નિર્માતાઓ તરફથી હસ્તકલા અને સમુદાયનું અપમાન છે. જો આને તાત્કાલિક ઠીક કરવામાં નહીં આવે, તો મુખ્ય ગીતની સાથે, હું આ ગીતને નકારીશ અને ખાતરી કરીશ કે મારો અવાજ દેશના કાયદા દ્વારા સાંભળવામાં આવે. થોડી શરમ રાખો.’
Please note @jiostudios , @MaddockFilms @saregamaglobal , This song is not just sung and composed but also written by someone who has given all his blood and sweat to it.
Removing writers name from the opening credits shows utter disrespect for the craft and fraternity by the… https://t.co/Q4dPOSrlkM— Manoj Muntashir Shukla (@manojmuntashir) January 7, 2025
સ્કાય ફોર્સ ના ગીતમાં બી પ્રાક અને તનિષ્ક બાગચીને શ્રેય આપવામાં આવ્યો છે, પરંતુ મનોજને કોઈ શ્રેય આપવામાં આવ્યો નથી. જોકે, ટીમે કેપ્શનમાં મનોજને ટેગ કર્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)