Swamitva Yojana: 50,000 ગામડાઓમાં આટલા લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ થશે, સાથે ખેડૂતો અને ગામડાના લોકોને મળશે ફાયદો…

Swamitva Yojana: લક્ષ્ય ગામડાઓના 92% વિસ્તારોમાં ડ્રોન સર્વે પૂર્ણ થઈ ગયો છે

by khushali ladva
Swamitva Yojana So many lakh property cards will be distributed in 50,000 villages, along with this, farmers and villagers will get benefits...

News Continuous Bureau | Mumbai

  • લક્ષ્ય ગામડાઓના 92% વિસ્તારોમાં ડ્રોન સર્વે પૂર્ણ થઈ ગયો છે
  • લગભગ 2.25 કરોડ પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા છે
  • પ્રધાનમંત્રી 18 જાન્યુઆરીએ સ્વામિત્વ યોજના હેઠળ મિલકત માલિકોને 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે
Swamitva Yojana:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 જાન્યુઆરીએ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 230થી વધુ જિલ્લાઓના 50000થી વધુ ગામડાઓમાં મિલકત માલિકોને સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે.

સર્વેક્ષણ માટે નવીનતમ ડ્રોન ટેકનોલોજી દ્વારા ગામડાઓમાં વસવાટ કરતા વિસ્તારોમાં ઘર ધરાવતા પરિવારોને ‘અધિકારોનો રેકોર્ડ’ પ્રદાન કરીને ગ્રામીણ ભારતની આર્થિક પ્રગતિને વધારવાના વિઝન સાથે પ્રધાનમંત્રી દ્વારા સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો:  IREDA: નેપાળમાં હાઇડ્રો-ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ માટે IREDA એ આ છ સંસ્થાઓ સાથે કરાર પર કર્યા હસ્તાક્ષર..

આ યોજના મિલકતોના મુદ્રીકરણને સરળ બનાવવા અને બેંક લોન દ્વારા સંસ્થાકીય ધિરાણ સક્ષમ કરવામાં પણ મદદ કરે છે; મિલકત સંબંધિત વિવાદો ઘટાડે છે; ગ્રામીણ વિસ્તારોમાં મિલકતો અને મિલકત વેરાનું વધુ સારું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે અને ગ્રામ્ય સ્તરનું વ્યાપક આયોજન સક્ષમ બનાવે છે.

Swamitva Yojana:  3.17 લાખથી વધુ ગામડાઓમાં ડ્રોન સર્વે પૂર્ણ થયો છે, જે લક્ષ્યાંકિત ગામડાઓના 92% ભાગને આવરી લે છે. અત્યાર સુધીમાં, 1.53 લાખથી વધુ ગામડાઓ માટે લગભગ 2.25 કરોડ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

આ યોજના પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ત્રિપુરા, ગોવા, ઉત્તરાખંડ અને હરિયાણામાં પૂર્ણ રીતે કાર્યરત થઈ ગઈ છે. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યો અને કેટલાક કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ ડ્રોન સર્વે પૂર્ણ થઈ ગયો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

You may also like