Nita ambani: ટ્રેડિશનલ જામેવાર સાડી પહેરીને ડોનાલ્ડ ટ્રમ્પ ની ડિનર પાર્ટી માં પહોંચી નીતા અંબાણી પહોંચ્યા, બિઝનેસ વુમન ની આ વસ્તુ એ ખેંચ્યું લોકો નું ધ્યાન

Nita ambani: નીતા અંબાણી અને મુકેશ અંબાણી ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. આ સિવાય ઉધોગપતિ અને અને તેમની પત્ની નીતા અંબાણી ટ્રમ્પની ડિનર પાર્ટીમાં પણ પહોંચ્યા હતા જ્યાં નીતા અંબાણી ની સાડી આકર્ષણ નું કેન્દ્ર બની હતી.

by Zalak Parikh
nita ambani stunned in exquisite jamewar saree at donald trump dinner party

News Continuous Bureau | Mumbai 

Nita ambani: નીતા અંબાણી અને મુકેશ અંબાણી ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા.મુકેશ અંબાણી એ ભારત ની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન છે. જયારે કે તેમની પત્ની નીતા અંબાણી પણ એક બિઝનેસ વુમન છે. નીતા અંબાણી તેમના લુક્સ ને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે તાજેતર માં નીતા અંબાણી એ મુકેશ અંબાણી સાથે ડોનાલ્ડ ટ્રમ્પ ની ડિનર પાર્ટી માં હાજરી આપી હતી આ દરમિયાન તેમને પહેરેલી સાડી આકર્ષણ નું કેન્દ્ર બની હતી. 

આ સમાચાર પણ વાંચો  : Nita Ambani At Donald Trump Oath Ceremony: ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં છવાઈ નીતા અંબાણી, કાંચીપુરમ સ્લીક સાડી સાથે પહેર્યો અધધ આટલો જૂનો હાર

નીતા અંબાણી ની જામવાર સાડી ની ખાસિયત 

નીતા અંબાણી એ ડોનાલ્ડ ટ્રમ્પ ની ડિનર પાર્ટી માં ડિઝાઈનર તરુણ તાહિલિયાની એ ડિઝાઇન કરેલી સાડી પહેરી હતી. ડિઝાઇનરે આ સાડી ની ખાસિયત જણાવતા કહ્યું, ‘નીતા અંબાણીની આ સાડી 1,900 કલાકથી વધુ સમયમાં તૈયાર કરવામાં આવી છે, જેમાં ફ્રેન્ચ ગાંઠ સાથે ક્લાસિક આરી વર્ક કરવામાં આવ્યું છે.કારીગરોએ હેરિટેજ જામેવાર શાલ ભરતકામ કર્યું, જે પછી કાળજીપૂર્વક હાથથી પેઇન્ટ કરવામાં આવ્યું, છાપવામાં આવ્યું અને વધુ ભરતકામ કરવામાં આવ્યું’

 

View this post on Instagram

 

A post shared by Tarun Tahiliani (@taruntahiliani)


નીતા અંબાણીએ આ સાડી સાથે મોર્ડન કોલરવાળો બ્લાઉઝ પહેર્યો હતો. નીતા અંબાણીના આખા લુકમાં જે વસ્તુએ બધાનું ધ્યાન ખેંચ્યું તે હતો તેમના બ્લાઉઝ પરનો બ્રોચ. નીતા અંબાણી ના બ્લાઉઝની મધ્ય માં એક હીરાનો બ્રોચ હતો અને તે ગળાનો હાર જેવો લાગતો હતો. નીતા અંબાણીએ ચાંદબાલી અને સુંદર બ્રેસલેટથી પોતાનો લુક પૂર્ણ કર્યો. આ લુકમાં નીતા અંબાણી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More