ISRO’s 100th launch: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ને ઐતિહાસિક 100મા પ્રક્ષેપણ પર અભિનંદન આપ્યા, તેને એક અવિશ્વસનીય સીમાચિહ્ન ગણાવ્યું જે આપણા વૈજ્ઞાનિકો અને ઇજનેરોના વિઝન, સમર્પણ અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ભારતની અવકાશ યાત્રામાં ખાનગી ક્ષેત્રની વધતી ભૂમિકા પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાષ્ટ્ર અવકાશ સંશોધનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવાનું ચાલુ રાખશે.
આ સમાચાર પણ વાંચો:Republic Day Parade 2025: પ્રજાસત્તાક દિવસ પરેડ 2025ના શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીઓ અને ટેબ્લોના પરિણામો જાહેર
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“ઐતિહાસિક 100મા પ્રક્ષેપણ પર @isro ને અભિનંદન!
આ અવિશ્વસનીય સીમાચિહ્ન આપણા વૈજ્ઞાનિકો અને ઇજનેરોના વિઝન, સમર્પણ અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ખાનગી ક્ષેત્રના સહયોગથી, ભારતની અવકાશ યાત્રા નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતી રહેશે.”
Congratulations to @isro on the historic 100th launch!
This incredible milestone illustrates the vision, dedication and commitment of our scientists and engineers.
With the private sector joining hands, India’s space journey will continue to attain new heights.
— Narendra Modi (@narendramodi) January 29, 2025
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.