Shahrukh khan: આર્યન ખાન ની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ના લોન્ચ સમયે ભાવુક થયો શાહરુખ ખાન, દીકરા વિશે કહી આવી વાત

Shahrukh khan: આર્યન ખાન એ શાહરુખ ખાન નો દીકરો છે. આર્યન દિગ્દર્શનની દુનિયામાં પ્રવેશ કરી રહ્યો છે. આર્યન ખાન ની વેબ સિરીઝ 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ' ના લોન્ચ સમયે શાહરુખ ખાન ભાવુક જોવા મળ્યો હતો.

by Zalak Parikh
shahrukh khan get emotional on aryan khan web series launch

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan: આર્યન ખાન ની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ના લોન્ચ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું, શાહરૂખ ખાને આર્યન ખાનની પહેલી વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’નો વીડિયો રિલીઝ કર્યો છે. આ સિરીઝ આ વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ દરમિયાન શાહરુખ ખાન ભાવુક જોવા મળ્યો હતો. શાહરુખ ખાને તેના દીકરા ની વેબ સિરીઝ અને દીકરી સુહાના વિશે વાત કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : samantha ruth prabhu: શું ખરેખર સામંથા રૂથ પ્રભુ ના જીવન માં થઇ પ્રેમ ની એન્ટ્રી? આ ડાયરેકટર નો હાથ પકડેલી જોવા મળી અભિનેત્રી

શાહરૂખ ખાન થયો ભાવુક 

શાહરુખ ખાને આ વિશે વાત કરતા કહ્યું કે, ‘મારી એક જ પ્રાર્થના, વિનંતી અને ઈચ્છા છે કે મારો દીકરો જે દિશામાં પહેલું પગલું ભરી રહ્યો છે, મારી દીકરી જે અભિનેત્રી બની રહી છે, જો આ દુનિયા તેમને મને મળી રહેલા પ્રેમનો 50% પણ આપે તો તે ખૂબ વધારે હશે.’

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)


પોતાની વાત ને આગળ વધારતા શાહરુખ ખાને કહ્યું, “મેં આ સિરીઝ ના થોડા એપિસોડ જોયા છે. એપિસોડ્સ ખૂબ સારા છે. તે ખૂબ જ રમુજી છે. જ્યારે વસ્તુઓ રમુજી હોય ત્યારે મને ખરેખર ગમે છે. લોકો મારા મજાકથી નારાજ થાય છે, લોકોને દુઃખ થવા લાગે છે, તેથી મેં મજાક કરવાનું બંધ કરી દીધું છે. મેં તે મારા દીકરાને વારસામાં આપ્યું છે, હવે તું જા અને તારા પિતાનું નામ રોશન કર.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More