News Continuous Bureau | Mumbai
Western Railway Redevelopment: પશ્ચિમ રેલવે ના અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા રિડેવલપમેન્ટ કાર્યના સંદર્ભમાં આરએલડીએ દ્વારા પ્રસ્તાવિત બ્લોકને કારણે, 3 માર્ચ 2025 થી આગામી સૂચના સુધી દરભંગા-અમદાવાદ સાપ્તાહિક ક્લોન સ્પેશિયલ ટ્રેન વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. ટ્રેનો ના સમયપત્રક મુજબ મુસાફરોની સુવિધા માટે વટવા સ્ટેશન થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા વિવિધ સ્થળો માટે એએમટીએસ બસોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
- 3 માર્ચ 2025 થી આગળ ની સૂચના સુધી, દરભંગાથી ચાલતી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સાપ્તાહિક ક્લોન સ્પેશિયલ વટવા સ્ટેશન પર (16.25 કલાકે) શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરો. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed
Join Our WhatsApp Community