News Continuous Bureau | Mumbai
Godrej Enterprises : ભારત તેના ઊર્જા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપી પરિવર્તન જોઈ રહ્યું છે. વિવિધ શહેરોમાં ડેટા સેન્ટર ક્ષમતા વર્ષે 30 ટકાના દરે વધવાની સંભાવના છે અને દેશ ટકાઉ ઊર્જા સોલ્યુશન્સ પર મજબૂત ધ્યાન આપી રહ્યો છે. આ સંક્રમણમાં યોગદાન આપતા ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપના એનર્જી સોલ્યુશન્સ બિઝનેસે નાણાંકીય વર્ષ 2025 માટે રૂ. 2,400 કરોડથી વધુની મજબૂત ઓર્ડર બુક નોંધાવી છે. જે 400 kV અને 765 kV સેગમેન્ટ્સમાં સ્વચ્છ ઊર્જા વીજ ટ્રાન્સમિશનમાં તેના નેતૃત્વને પુનઃસ્થાપિત કરે છે. કંપનીએ 80થી વધુ સબસ્ટેશન્સને સફળતાપૂર્વક ચાલુ કર્યા છે અને 765 kV સુધીની 300 કિલોમીટર્સથી વધુની ટ્રાન્સમિશન લાઇન્સ નાંખી છે. આ પ્રયાસોને પૂરક બનાવતો બિઝનેસ ટકાઉપણા લક્ષ્યાંકો સાથે સંલગ્ન ઊર્જા કાર્યક્ષમ સોલ્યુશન્સ પૂરા પાડીને ભારતના ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આગામી ત્રણ વર્ષમાં તેનો ઉદ્દેશ તેની આવક વૃદ્ધિમાં રૂ. 2,000 કરોડ હાંસલ કરવાનો છે જે ભારતના સ્વચ્છ ઊર્જા સંક્રમણને આગળ વધારે છે અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણને ટેકો આપે છે.
ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપના એનર્જી સોલ્યુશન્સ બિઝનેસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાઘવેન્દ્ર મિરજીએ જણાવ્યું હતું કે “ભારતનું ઊર્જા ક્ષેત્ર ઐતિહાસિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, જે ટકાઉપણા અને આત્મનિર્ભરતાની તાત્કાલિક જરૂરિયાત દ્વારા સંચાલિત છે. રાષ્ટ્રનિર્માણ માટે પ્રતિબદ્ધ સ્વદેશી સમૂહ તરીકે, અમે અત્યાધુનિક, ઉચ્ચ-ક્ષમતા ટ્રાન્સમિશન સોલ્યુશન્સ સાથે દેશના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. અગ્રણી 765kV ઇન્સ્ટોલેશન્સનો અમારો સફળ અમલ માત્ર અમારી ટેકનિકલ શ્રેષ્ઠતા જ નહીં પરંતુ ભારતના સ્થિતિસ્થાપક, હરિયાળી ઊર્જાના ભવિષ્ય તરફના સંક્રમણને સક્ષમ કરવામાં અમારી ભૂમિકા પણ દર્શાવે છે. વિશ્વકક્ષાના પાવર સોલ્યુશન્સ પૂરા પાડીને અમે સ્વચ્છ ઊર્જા અને ઔદ્યોગિક વિકાસમાં વૈશ્વિક અગ્રણી તરીકે ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ.”
આ બિઝનેસ મહારાષ્ટ્રમાં સીમાચિહ્નરૂપ ગ્રીનફિલ્ડ 765/400kV ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન (જીઆઈએસ) પ્રોજેક્ટની સાથે રાજસ્થાન અને હરિયાણામાં ફેલાયેલો તેનો પ્રથમ ગ્રીનફિલ્ડ 765kV એર ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન (AIS) પ્રોજેક્ટ આગળ ધપાવી રહ્યો છે. આ પ્રોજેક્ટ્સ સમગ્ર મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણામાં ગ્રીન પાવર ઇવેક્યુએશન માટે મહત્વપૂર્ણ છે, જે ભારતના પુનઃવપરાશી ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર યોગદાન આપે છે.
આ સમાચાર પણ વાંચો: Godrej Enterprises : ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપના લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ સોલ્યુશન્સે જીત્યા ઈન્ડિયા ડિઝાઇન માર્ક એવોર્ડ્સ 2024 ખાતે એવોર્ડ્સ
વધુમાં, તેણે મુંબઈના એક અંડરગ્રાઉન્ડ મેટ્રો પ્રોજેક્ટ માટે ઇલેક્ટ્રિકલ વર્ક્સ પૂરા કર્યા છે, જેનાથી શહેરની ભીડમાં 15 ટકા ઘટાડો થવાની અપેક્ષા છે. પુનઃવપરાશી ઊર્જા ક્ષેત્રે બિઝનેસે મધ્યપ્રદેશમાં ટેક્સટાઇલ ફેસિલિટી માટે 12.5MWp રૂફટોપ સોલાર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જે 1 મિલિયન ચોરસ ફૂટથી વધુ વિસ્તારને આવરી લે છે. આ સમગ્ર ભારતમાં સૌથી મોટા રૂફટોપ ઇન્સ્ટોલેશનમાંનું એક છે અને મધ્ય પ્રદેશમાં સૌથી મોટું છે. આ પ્રોજેક્ટ્સ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉપણા લક્ષ્યોને આગળ વધારવામાં ખાનગી સાહસોની ભૂમિકા દર્શાવે છે.
બિઝનેસના એમઈપી ડિવિઝને અત્યાધુનિક, ટકાઉ સોલ્યુશન્સ સાથે ભારતના ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તાજેતરના ભૂતકાળમાં, બિઝનેસે સફળતાપૂર્વક દક્ષિણ ભારતમાં રૂ. 78 કરોડના મૂલ્યની 12 મેગાવોટ કેપિસિટી ફેસિલિટીનું કામ સફળતાપૂર્વક પૂરું કર્યું છે જે તેનો સૌથી મોટો ડેટા સેન્ટર પ્રોજેક્ટ છે. તેને 4,000 રેક્સ રાખી શકાય અને ઊર્જા કાર્યક્ષમતા માટે આઈજીબીસી ગોલ્ડ માપદંડોને પૂર્ણ કરે તે પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યો છે. મુંબઈ, ચેન્નઈ, નોઈડા વગેરે જેવા મુખ્ય ડીસી હબમાં ગ્રીનફિલ્ડ અને કોલોકેશન પ્રોજેક્ટ્સમાં 35 મેગાવોટથી વધુ ડેટા સેન્ટર ક્ષમતા સાથે ગોદરેજ આ સેક્ટરના ઝડપી વિસ્તરણને ટેકો આપવા માટે સારી સ્થિતિમાં છે.
જેમ જેમ ભારત તેના સ્વચ્છ ઊર્જા સંક્રમણ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણને વેગ આપે છે, તેમ ગોદરેજ એન્ટરપ્રાઈઝ ગ્રૂપ નવીન અને ટકાઉ પાવર સોલ્યુશન્સ પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છે જે લાંબા ગાળાની અસરને આગળ ધપાવવા માટે રાષ્ટ્રના આર્થિક વિકાસને વેગ આપે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.