News Continuous Bureau | Mumbai
Gujarat farmers tractor yojana : કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ખેતીને વધુ નફાકારક બનાવીને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ગુજરાત સરકારે કૃષિ યાંત્રિકીકરણ પર વિશેષ ભાર મૂક્યો છે.
ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકી હતી. ગુજરાતના મહત્તમ ખેડૂતો ટ્રેક્ટરથી ખેતી કરી શકે તે માટે આ વર્ષના બજેટમાં ટ્રેક્ટર પર અપાતી સહાયમાં વધારો કરીને રૂપિયા એક લાખ કરવાની જોગવાઈ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Kharicut Canal Redevelopment project : CM ભૂપેન્દ્ર પટેલનો અમદાવાદ મહાનગરપાલિકા માટે મહત્વપૂર્ણ નિર્ણય, ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-૨ની કામગીરી માટે દરખાસ્ત મંજુર કરી
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાના ૪,૦૮૮ જેટલા ખેડૂત લાભાર્થીઓને ટ્રેકટરની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.