Railway: આજે વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં એન્જિનિયરિંગ બ્લોક, આ એક્સપ્રેસ ટ્રેન ગાંધીનગર કેપિટલ અને સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રહેશે રદ

Railway: ટ્રેન નં. 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ અને ટ્રેન નં. 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેનો ગાંધીનગર કેપિટલ-સુરેન્દ્રનગર-ગાંધીનગર કેપિટલ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે

by kalpana Verat
Railway Veraval-Gandhinagar Capital Express train on March 22 will be affected due to the block

News Continuous Bureau | Mumbai

Railway: રાજકોટ ડિવિઝનના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં એન્જિનિયરિંગ બ્લોકને કારણે ગાંધીનગર કેપિટલ-વેરાવળ-ગાંધીનગર કેપિટલ ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવશે. જે નીચે મુજબ છે:-

તા. 22.03.2025 ના રોજ, ટ્રેન નં. 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ અને ટ્રેન નં. 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેનો ગાંધીનગર કેપિટલ-સુરેન્દ્રનગર-ગાંધીનગર કેપિટલ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. 

આમ, તા. 22.03.2025 ના રોજ ટ્રેન નં. 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ને હવે સુરેન્દ્રનગર ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને સુરેન્દ્રનગરથી તેને ટ્રેન નં. 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ તરીકે ચલાવવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : Western Railway : મુસાફરોની સુવિધામાં વધારો, આ તારીખથી પશ્ચિમ રેલ્વે દોડાવશે ભુજ અને રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન.. ચેક કરો શેડ્યુલ..

ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More