Khel Mahakumbh 2025: જહાંગીરપુરા ખાતે ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત તા.૨૩ થી ૨૭ એપ્રિલ દરમિયાન અન્ડર ૧૧, ૧૪, ૧૭ અને ઓપન એજ વયજૂથના ભાઈઓ-બહેનોની રાજ્યકક્ષાની સ્કેટીંગ સ્પર્ધા યોજાશે

Khel Mahakumbh 2025: ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓએ તા.૨૦ એપ્રિલ સુધીમાં dsdo-surat@gujarat.gov.in ઉપર એન્ટ્રી અચૂક કરવી

by Akash Rajbhar
ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓએ તા.૨૦ એપ્રિલ સુધીમાં dsdo-surat@gujarat.gov.in ઉપર એન્ટ્રી અચૂક કરવી

News Continuous Bureau | Mumbai

Khel Mahakumbh 2025: રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-સુરતના સંચાલન હેઠળ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજ્યકક્ષાની અં-૧૧, ૧૪, ૧૭ અને ઓપન એજ વય જૂથના ભાઈઓ, બહેનો માટે સ્કેટીંગ રમતની સ્પર્ધા તા.૨૩ થી ૨૭ એપ્રિલ દરમિયાન એસ.એન.બી. સ્કેટીંગ રિંગ, જહાંગીરપુરા ખાતે યોજાશે.

આ સમાચાર પણ વાંચો : Surat Student Startup: સુરત જિલ્લામાં SSIP- સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલિસી:૨.૦ વર્કશોપ યોજાયો

આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓએ પોતાની ખેલમહાકુંભની KMK ID સાથેની એન્ટ્રી તા.૨૦/૦૪/૨૦૨૫ સુધી dsdo-surat@gujarat.gov.in ઉપર અચૂક કરવી. આ સ્પર્ધા માટે રીપોર્ટીંગ અડાજણ સ્થતિ બદ્રીનારાયણ મંદિર ખાતે કરવાનું રહેશે. જહાંગીરપુરા સ્થિત રહેશે. સ્પર્ધા અર્બન કેફે સર્કલ થી ન્યુ ગૌરવપથ રોડ, જહાંગીરપુરામાં યોજાશે અને SNB જહાંગીરપુરા સ્કેટીંગ રીંગ રહેશે. વધુ માહિતી માટે હિરસિંગ (મો:૯૯૭૪૧- ૩૨૮૯૭), અલી પંજવાની (મો.૯૬૨૪૫-૨૮૨૯૨), શાહનવાઝ શેખ (મો.૮૧૪૧૨-૨૨૫૦૨), શીતલ લીંબાચીયા (મો:૭૬૨૧૦-૨૨૫૪૫) સંપર્ક કરવા સુરત જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયુ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More