News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૫ એપ્રિલ ૨૦૨૫, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧
“તિથિ” – ચૈત્ર સુદ આઠમ
“દિન મહીમા”
દુર્ગાષ્ટમી, અશોકાષ્ટમી, ભવાની પ્રાકટ્ય, અશોક કાલિકા પ્રાશન, અન્નપૂર્ણાં પૂજા (બં.), પુષ્યનક્ષત્ર ૨૯-૩૨થી, રા. દરિયાઈ દિન, વિષ્ટિ ૦૬-૪૫ સુધી, રવિયોગ ૨૯–૩૨ સુધી.
“સુર્યોદય” – ૬.૩૦ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૫૨ (મુંબઈ)
“રાહુ કાળ” – ૯.૩૬ થી ૧૧.૦૮
“ચંદ્ર” – મિથુન, કર્ક (૨૩.૨૪)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૧.૨૪ સુધી મિથુન ત્યારબાદ કર્ક રાશી રહેશે.
“નક્ષત્ર” – પુનર્વસુ
“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૩.૨૪)
રાત્રે ૧૧.૨૪ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૦૩ – ૯.૩૬
ચલઃ ૧૨.૪૧ – ૧૪.૧૪
લાભઃ ૧૪.૧૪ – ૧૫.૪૭
અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૧૯
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૫૨ – ૨૦.૧૯
શુભઃ ૨૧.૪૬ – ૨૩.૧૪
અમૃતઃ ૨૩.૧૪ – ૨૪.૪૧
ચલઃ ૨૪.૪૧ – ૨૬.૦૮
લાભઃ ૨૯.૦૨ – ૩૦.૨૯
આ સમાચાર પણ વાંચો : US Strikes on Houthi: અમેરિકાએ 25 સેકન્ડમાં હૂતીઓને અલ્લાહ પાસે પહોંચાડી દીધા! ટ્રમ્પે શેર કર્યો વીડિયો
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
પરિવાર માટે વિચારવા નો સમય મળે, સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો, અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.
“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.
“સિંહઃ”(મ,ટ)-
નજીક ના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.
“તુલાઃ”(ર,ત)-
લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
જીવનમાં પરિવર્તન ની શરૂઆત થતી જોવા મળે, મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જુના પ્રશ્નોનો હલ કરી શકો, તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.
“મકરઃ”(ખ,જ)-
વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો, કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારું રહે, વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
શત્રુઓ પર વિજય મેળવી શકો, કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.