South Railway : ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ હવે મંડપમને બદલે રામેશ્વરમ સુધી જશે

South Railway Okha-Rameswaram Express will now go up to Rameswaram instead of Mandapam

News Continuous Bureau | Mumbai

South Railway : દક્ષિણ રેલ્વે દ્વારા રામેશ્વરમ અને મંડપમ વચ્ચે સ્થિત પ્રખ્યાત પંબન બ્રિજ નું નવીનીકરણ કાર્ય પૂર્ણ થયા પછી, રેલ ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં આવ્યો છે. આ કારણે, ટ્રેન સંખ્યા 16734 ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ તાત્કાલિક અસરથી દર મંગળવારે ઓખાથી 08.40 વાગ્યે ઉપડશે અને મંડપમ સ્ટેશનને બદલે ફરીથી રામેશ્વરમ સ્ટેશન સુધી જશે. આ ટ્રેન ગુરુવારે ૧૯.૧૦ વાગ્યે રામેશ્વરમ પહોંચશે. 

રત મુસાફરીમાં, ટ્રેન નં. ૧૬૭૩૩ રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ પણ તાત્કાલિક અસરથી મંડપમને બદલે રામેશ્વરમથી શરૂ થશે અને ઓખા સુધી જશે. આ ટ્રેન દર શુક્રવારે રામેશ્વરમથી 22.30 વાગ્યે ઉપડશે અને સોમવારે 10.20 વાગ્યે ઓખા પહોંચશે. આ ઉપરાંત, આ બંને ટ્રેનોને મંડપમ અને રામનાથપુરમ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

ટ્રેનો ના સંચાલન અને સ્ટોપેજ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Western Railway : માહિમ-બાંદ્રા ની વચ્ચે પુલ સંખ્યા 20 ના એબટમેન્ટ ના પુનર્નિર્માણ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.