Urvashi Rautela: ઉર્વશી રૌતેલા ફરી આવી ટ્રોલર્સ ના નિશાના પર, અભિનેત્રી ના એક દાવા ને કારણે ગરમાયુ સોશિયલ મીડિયા નું વાતાવરણ

Urvashi Rautela: ઉર્વશી રૌતેલા બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે તાજેતર માં ઉર્વશી તેના એક દાવા ને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા નો વિષય બની છે.

by Zalak Parikh
urvashi rautela claims she had a mandir on her name near badrinath

News Continuous Bureau | Mumbai

Urvashi Rautela: બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે ઉત્તરાખંડમાં તેમના નામે એક મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર બદ્રીનાથ મંદિરની બાજુમાં આવેલું છે અને લોકો ત્યાં પૂજા કરવા આવે છે.

આ સમાચાર પણ વાંચો: WAVES Cosplay Championship Finalists : WAVES કોસ્પ્લે ચેમ્પિયનશિપ ફાઇનલિસ્ટ્સની જાહેરાત – સર્જનાત્મકતા અને પ્રશંસક સંસ્કૃતિની ઉજવણી

ઉર્વશી રૌતેલાના મંદિર વિશે ખુલાસો

એક પોડકાસ્ટ દરમિયાન ઉર્વશીએ જણાવ્યું કે બદ્રીનાથ મંદિરની બાજુમાં ‘ઉર્વશી મંદિર’ છે, જે તેમને સમર્પિત છે. તેમણે ઉમેર્યું કે તેઓ દક્ષિણ ભારતમાં પણ તેમના નામે મંદિર બનવાની ઇચ્છા રાખે છે.ઉર્વશીએ જણાવ્યું કે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ તેની તસવીરો પર માળા ચઢાવે છે અને તેમને ‘દમદમા માઈ’ તરીકે ઓળખાવે છે.


ઉર્વશી ના આ દાવા પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું છે કે, ‘આ એક ગોન કેસ છે, આ છેલ્લો તબક્કો છે, તેથી દવાઓ પણ અસરકારક રહેશે નહીં.’ બીજા એક વ્યક્તિએ લખ્યું છે કે, ‘આ મહિલાએ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More