News Continuous Bureau | Mumbai
Hirak Mahotsav : પંડિત દિનદયાળ હિરક મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મહારાષ્ટ્ર સરકાર આગામી સપ્તાહે રાજ્યભરમાં શ્રેણીબધ્ધ શેક્ષણિક અને સેવાકિય પ્રવૄતિઓનું આયોજન કરીને અંતરિયાળ વિસ્તારોમાં લોકોને જાગૄત કરશે. આદર્શ ગામનાં ખ્યાલ ઉપર આધારિત વિવિધ પ્રવૄતિઓમાં સ્વચ્છતા અભિયાન અને પુસ્તિકા વિતરણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે એમ રાજ્યનાં કેબિનેટ મંત્રી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય માનવ એકાત્મ હિરક મહોત્સવ સમિતિના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં આગામી ૨૨ મી એપ્રિલ થી ૨૫ મી એપ્રિલ દરમિયાન પંડિત દિનદયાળ હિરક મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયે વિકાસ સમાજના છેવાડાના લોકો સુધી પહોંચાડવાનો વિચાર રાખ્યો હતો. જો આવું થાય તો લોકશાહીનો સાચો હેતુ અંત્યોદયના માધ્યમથી જ પૂર્ણ થાય તેમ જણાવ્યું હતું. તેમના વિચારોના આધારે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય એકાત્મ માનવદર્શન હિરક મહોત્સવ રાજ્યભરમાં ઉજવવાનું નક્કી કરાયું છે. આ મહોત્સવમાં ‘આદર્શ ગામ’નો ખ્યાલ અમલમાં મૂકવામાં આવશે. કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢાએ નિર્દેશ આપ્યો કે, તમામ સરકારી વિભાગો તેમજ જિલ્લા સ્તરે આ કાર્યક્રમનો સફળતાપૂર્વક અમલ કરવામાં આવશે.
આજે મંત્રાલયમાં મુખ્ય સચિવ સુજાતા સૌનિકના કાર્યાલયમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કૌશલ્ય વિકાસ મંત્રી મંગલ પ્રભાત લોઢા બોલી રહ્યા હતા. આ સમયે રાજ્યના મુખ્ય સચિવ સુજાતા સૌનિક, કૌશલ્ય વિકાસ વિભાગના અધિક સચિવ મનીષા વર્મા, દિવ્યાંગ કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ અનિલ દિગ્ગીકર, પ્રવાસન વિભાગના અગ્ર સચિવ અતુલ પટણે, શાળા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ રણજીતસિંહ દેઓલ, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ અનુપ કુમાર યાદવ, આદિજાતિ વિકાસ વિભાગના સચિવ વિજય વાઘમારે, દીનદયાળ સંશોધન સંસ્થાના સચિવ અતુલ જૈન ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકમાં ભાગ લીધો હતો. સમાજમાં માનવ કલ્યાણ અંગેના તેમના મૂળભૂત વિચારોને સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે થનારી ઉજવણી અંગે કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર દેશભરમાં આ મહોત્સવ શરૂ કરનાર પ્રથમ રાજ્ય છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local Mega Block : મધ્ય રેલ્વે પર રવિવાર, મંગળવારે બ્લોક; મેલ ટ્રેનોના રૂટ પણ બદલાશે… ઘરેથી નીકળતા પહેલા ચેક કરો સમયપત્રક..
પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું કાર્ય, વિચાર પ્રણાલી, સંકલિત માનવ દર્શન વગેરે અંગેની માહિતી આપવા દરેક જિલ્લામાં પંડિતજીના વિચારો પર આધારિત એક લાખ પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવશે આ મહોત્સવ ગ્રામીણ વિસ્તારોમાં સ્વ-સહાય જૂથો, આંગણવાડીઓ અને શાળાઓમાં કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગ્રામ્ય સ્વચ્છતા પ્રવૃત્તિઓ અને ઘન કચરા નિકાલ માટે યોજના તૈયાર કરવા માટે પણ જિલ્લા કલેક્ટરને સૂચનાઓ આપવામાં આવી છે. મંત્રી મંગલપ્રભાત લોઢાએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી કે આ ઉત્સવ દરમિયાન સરકારી યોજનાઓ સમાજના છેવાડાના વર્ગ સુધી પહોંચે તે માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, શિક્ષણ વિભાગ, ગ્રામીણ વિકાસ, સાંસ્કૃતિક વિભાગ, આદિજાતિ વિભાગ, પર્યાવરણ અને પર્યટન વિભાગો વિવિધ કાર્યક્રમો દ્વારા આ ઉત્સવમાં યોગદાન આપશે.
મુખ્ય સચિવ સુજાતા સૌનિકે જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરોને સરકારી માર્ગદર્શિકા અનુસાર જિલ્લા સ્તરે એક સમિતિની રચના કરીને આ મહોત્સવને સફળ બનાવવા સુચના આપવામાં આવી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.