Child Marriage :બાળલગ્નો થતા અટકાવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા ખાતુ કટિબધ્ધ, વિવિધ સ્તરે ટીમોની રચના કરવામાં આવી..

Child Marriage : બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ, ૨૦૦૬ મુજબ છોકરીના ૧૮ વર્ષ અને છોકરાના ૨૧ વર્ષ પહેલા લગ્ન કરાવવું કાયદેસર ગુનો છે. આ પ્રકારના લગ્નના ગંભીર આરોગ્ય, શૈક્ષણિક અને સામાજિક પરિણામો હોય છે.

by kalpana Verat
Child Marriage social security account committed to prevent child marriage in surat

News Continuous Bureau | Mumbai   

Child Marriage :  સુરત (Surat ) જિલ્લામાં પરંપરાગત રીતે અક્ષય તૃતીયા ( Akshaya Tritiya ) અને અન્ય તહેવારોના અવસરે મોટા પાયે લગ્ન યોજાતા હોય છે. અમુક વિસ્તારોમાં આજે પણ સગીર વયે છોકરા-છોકરીઓના લગ્ન થવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેને ધ્યાનમાં રાખી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એલ.બી. પટેલે જાહેર જનતાને અપીલ કરતા જણાવે છે કે,  બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ, ૨૦૦૬ મુજબ છોકરીના ૧૮ વર્ષ અને છોકરાના ૨૧ વર્ષ પહેલા લગ્ન કરાવવું કાયદેસર ગુનો છે. આ પ્રકારના લગ્નના ગંભીર આરોગ્ય, શૈક્ષણિક અને સામાજિક પરિણામો હોય છે. જિલ્લામાં બાળલગ્નો અટકાવવા વિવિધ સ્તરે ટીમો રચવામાં આવી છે, જે દ્વારા તાલુકા અને શહેર હદ વિસ્તારના સંકેતસર કાર્યક્રમોનું મોનીટરીંગ તથા અવલોકન કાર્ય ચાલી રહ્યું છે. સમાજના તમામ પદાધિકારીઓ, આગેવાનો, સમૂહલગ્ન આયોજકો, કાજી, પાદરી, રસોઈયાઓ, ફોટોગ્રાફર અને વર-કન્યા પક્ષના પિતૃવ્યોને પણ આ દિશામાં નૈતિક અને કાનૂની ફરજ બજાવવાની અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Pahalgam Attack News : પહેલગામના હુમલાખોર આતંકીની પહેલી તસવીર સામે આવી, PM મોદીએ હાઈલેવલ બેઠક યોજી; સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ..

             જિલ્લા સ્તરે અને શહેર હદમાં બાળલગ્ન અટકાવવા માટે વિશેષ ટીમો કાર્યરત છે. જો કોઈ વિસ્તારમાં, ગામમાં કે મહોલ્લામાં બાળલગ્ન થતા હોય કે થવાના હોય, તો લોકોએ પોતાની સામાજિક જવાબદારી તરીકે આ પ્રકારની ઘટના તાત્કાલિક અટકાવવા માટે નજીકના પોલીસ સ્ટેશન અથવા નીચેના અધિકારીઓનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં શ્રી એલ.બી. પટેલ (જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી): ૯૭૨૪૨૬૯૩૮૦, રાકેશભાઇ ચૌધરી (ચીફ ઓફિસર): ૯૪૨૬૮૨૬૦૭૯, વિજય પરમાર (જિલ્લા બાળ સુરક્ષા અધિકારી): ૭૫૬૭૦૦૩૨૧૦ ચાઈલ્ડ લાઇન: ૧૦૯૮, પોલીસ હેલ્પલાઈન: ૧૦૦, અભયમ મહિલા હેલ્પલાઈન: ૧૮૧નો સંપર્ક સાધવા સુરત જિલ્લા બાળ લગ્ન અને સમાજ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

You may also like