News Continuous Bureau | Mumbai
Kalupur Railway Station: અમદાવાદ શહેરમાં કાલુપુર રેલ્વે સ્ટેશનને તોડી તે જગ્યા ઉપર નવુ અદ્યત્તન રેલ્વે સ્ટેશન અને સંલગ્ન બ્રીજ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહેલ છે. આ કામગીરી દિનેશચંદ્ર આર.અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રા.લી., કંપની દ્વારા કરવામાં આવી રહેલ છે. આ કામકાજ અંતર્ગત રેલ્વે સ્ટેશનની સામેના રોડ ઉપર બનાવવામાં આવેલ પીલ્લર નં. P24 TO P27 ના વચ્ચેના ભાગે એલીવેટેડ રોડના નિર્માણ માટે ગર્ડર લોન્ચીંગ તથા અન્ય કામગીરી ક્રેઈન તથા અન્ય મશીનરી સાથે કરવામાં આવનાર છે. આ કામગીરી તા.૦૧/૦૫/૨૦૨૫થી તા.૩૧/૦૮/૨૦૨૫ સુધી ૩ મહિના સુધી ૨૪.૦૦ કલાકના સમયગાળા દરમિયાન કરવામાં આવનાર છે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
રેલ્વે સ્ટેશનની સામેના રોડ ઉપર આવેલ પીલ્લર નં. P24 TO P27 ના વચ્ચેનો આશરે ૪૦ મીટર જેટલો રોડ બંધ રહેશે.સાળંગપુર સર્કલ તરફથી આવતો વાહન વ્યવહાર સીધે સીધા રેવડી બજાર થઈ બી.બી.સી. માર્કેટ થઈ રીડ હોટલ તરફથી વણાંક લઈ કાલુપુર ઈનગેટ તરફ તેમજ કાલુપુર સર્કલ તરફ જઈ શકશે. તેમજ કાલુપુર સર્કલ તરફથી આવતો વાહન વ્યવહાર કે જે કાલુપુર રેલ્વે સ્ટેશનની સામે આવેલ એક તરફનો રોડ ચાલું છે તે માર્ગ થઈ સાળંગપુર તરફ જઈ શકશે.