News Continuous Bureau | Mumbai
Surat News :
- પારિવારીક ઝઘડાથી બે બાળકો સાથે ભિચ્છુક જીવન જીવતી મહિલાનું ઉગારતી ભારત સરકારની ‘સખી વન સ્ટોપ સેન્ટર’
- માતૃત્વને પ્રેમ, બાળકોને ભવિષ્ય અને સંબંધોને નવી શરૂઆત આપતી સખી વન સ્ટોપ સેન્ટરની નારીઓ
- ઘરેથી વિમુખ થયેલ મહિલા સાથે બે બાળકોને મળ્યું પોતાનું ઘર
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકારની ‘સખી વન સ્ટોપ સેન્ટર યોજના’ એ સુરતમાં એક એવી મહિલાને જીવનની નવી દિશા મળી, જે દિલ્લીથી પારિવારીક હિંસા બાદ બે બાળકો સાથે જીવનની આશ ખોઇ બેઠી હતી. રેલવે સ્ટેશનના ખૂણેથી એક મહિનાથી વધુના સમયથી સંઘર્ષમય જીવન જીવતી આ મહિલાને સખી સેન્ટરે માત્ર આશ્રય જ નથી આપ્યો, પણ પ્રેમ, કાઉન્સિલિંગ અને આત્મવિશ્વાસથી ભરેલું એવું વાતાવરણ પૂરું પાડ્યું કે, તેણે પોતાના વિખરાયેલા દામ્પત્યને ફરીથી સમેટવાનો નિર્ણય કર્યો.
મૂળ દિલ્હીની અને છેલ્લા એક મહિનાથી પરિવાર સાથે સુખમય જીવન વિતાવતી મહિલા પતિ સાથે ઝઘડો થતાં બે બાળકો સાથે પરિવાર છોડીને એક મહિનાથી સુરત ખાતે આવી પહોંચી હતી. મહિલા સુરતના રેલવે સ્ટેશન પર છેલ્લા ચાર-પાંચ દિવસથી બાળકો સાથે રહેતી હતી. જેની રેલ્વે માસ્ટરને જાણ થતા સુરત રેલ્વે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને મહિલાને આશ્રય માટે ‘સખી વન સ્ટોપ સેન્ટર’માં લાવવામાં આવ્યા હતી. ત્યાં સેન્ટરના સ્ટાફ દ્વારા મહિલાને લાગણીસભર અને સુરક્ષિત વાતાવરણમાં કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. તેથી મહિલાને પ્રેમ અને હુંફ આપી ઘર જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવતા મહિલાએ ધીમે ધીમે ખુલાસો કર્યો કે પતિ દારૂના નશામાં મારપીટ કરે છે અને ઘરખર્ચ પણ આપતો ન હતો, તેથી લાચારીવશ પરિવાર છોડી દીધો હતો. ત્યારબાદ મહિલા તેના બે બાળકોને લઈ ઘર છોડીને કમાવવા માટે દિલ્હીથી સુરત ટ્રેન મારફતે આવી હતી. મહિલા સાથે નાના બે બાળકો હોય જેથી તાત્કાલિક નોકરી ન મળતા મહિલા ભીખ માંગીને બાળકોનું ભરણપોષણ કરતી હતી.
જેથી સખી વન સ્ટોપ દ્વારા મહિલાને સમજાવતા બે બાળકો સાથે રસ્તા ઉપર રહી ગુજરાન ચલાવવું અઘરું અને અસુરક્ષિત છે. પરિવાર સાથે રહીને બાળકોને સાચી સમજ અને સંસ્કાર આપવું જરૂરી હોવાની સમજણ આપતા બાળકોને માતા તેમજ પિતાનો બંનેનો અનહદ પ્રેમની જરૂર હોય છે. એવી સમજણ આપતા મહિલાને તેની ભૂલનો પસ્તાવો થતા તેમના પતિ સાથે સમાધાન કરીને જવા માટે તૈયાર થઈ હતી. દિલ્હીમાં રહેતા મહિલાના પતિને વારંવાર ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ મહિલાના માતા સાથે પણ ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. પરંતુ યુવતીના પતિ લેવા આવવા માટે તૈયાર ન હતા ત્યારે વારંવાર ટેલિફોનિક સંપર્ક કરી ‘સખી’ વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા મહિલાના પતિનું ટેલિફોનિક કાઉન્સિલિંગ કરી સમજણ આપી હતી. સેન્ટર દ્વારા ઘણા પ્રયત્નો કર્યા બાદ તેઓ તેમની પત્નીને લેવા આવવા માટે તૈયાર થયા અને એક મહિના પછી મહિલાના પતિ તેમજ માતા દિલ્લીથી સુરત સેન્ટર ખાતે લેવા માટે આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: Operation Sindoor : સુવર્ણ તક.. ‘ઓપરેશન સિંદૂર’ પર નિબંધ લખો અને મેળવો આટલા હજાર રૂપિયાનું ઇનામ સાથે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીનું આમંત્રણ..
સખી વન સ્ટોપ સેન્ટર સુરત દ્રારા બંને પક્ષોને બેસાડીને કાઉન્સિલિંગ કરીને બંને પક્ષોને પોતાની જવાબદારી અંગે સમજણ આપી તેમજ સુખમય શાંતિપૂર્વક સંસાર અને બાળકોનો ઉછેર કરવા સમજણ પુરી પાડી હતી. મહિલા અને બંને બાળકોનો પિતા સાથે સેન્ટરની ટીમે સુઃખદ મિલન કરાવી પરિવારનું પુનઃસ્થાપન કરાવવાતા ઘરેથી વિમુખ થયેલ મહિલા સાથે બે બાળકેને પોતાનું ઘર મળ્યું હતું સાથે માતૃત્વને પ્રેમ, બાળકોને ભવિષ્ય અને સંબંધોને નવી શરૂઆત આપવામાં ‘સખી વન સ્ટોપ સેન્ટર’ની નારીઓ સફળતા મળી હતી.
મહિલા અને બાળ અધિકારીશ્રી આર.એન.ગામીત મેડલ અને દહેજ પ્રતિબંધક સંહરક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ દિલ્હીથી સુરત આવી છેલ્લા એક મહિનાથી રેલવે સ્ટેશન પર ભિચ્છુક જીવન જીવતી મહિલા સાથે બે બાળકોનું પરિવાર સાથે સુ:ખદ મિલન કરાવવામાં સુરતના સખી વન સ્ટોપ સેન્ટરને સફળતા મળી હતી.
Join Our WhatsApp Community