Aamir Khan Surprises Fans: આમિર ખાન ના ફેન્સ માટે સારા સમાચાર, અભિનેતા ની આ ફિલ્મ હવે યુટ્યુબ પર ફ્રીમાં થશે ઉપલબ્ધ

Aamir Khan Surprises Fans: આમિર ખાને તાજેતર માં એક ઇવેન્ટ દરમિયાન જાહેરાત કરી કે તેની બ્લોકબસ્ટર ફિલ્મ હવે યુટ્યુબ પર ફ્રીમાં જોઈ શકાશે.

by Zalak Parikh
Aamir Khan Surprises Fans Blockbuster Film to Stream Free on YouTube for Limited Time

News Continuous Bureau | Mumbai

Aamir Khan Surprises Fans: બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન ફરી એકવાર ચર્ચામાં છે. પોતાની આગામી ફિલ્મ સિતારે જમીન પર ના પ્રમોશન દરમિયાન તેણે જાહેરાત કરી કે તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘તારે જમીન પર’ હવે યુટ્યુબ પર મફતમાં જોવા મળશે. જોકે, આ ઓફર માત્ર 1-2 અઠવાડિયા માટે જ માન્ય રહેશે અને ફિલ્મ માત્ર તેના ઓફિશિયલ ચેનલ ‘આમિર ખાન ટોકીઝ’ પર જ ઉપલબ્ધ રહેશે.

આ સમાચાર પણ વાંચો: Dhoom 4: ધૂમ 4 ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો શૂટિંગ થી લઈને રિલીઝ ડેટ સુધી ની તમામ વિગતો

 

ફિલ્મના ખાસ સીન અને ઇવેન્ટની વાત

આમિર ખાન એક ઇવેન્ટ દરમિયાન ‘તારે જમીન પર’ના એક ખાસ સીન વિશે વાત કરતો જોવા મળ્યો હતો. તેણે કહ્યું કે હોડી વાળો સીન ખૂબ જ ભાવુક હતો. જ્યારે હોસ્ટે પૂછ્યું કે શું તેમાં દેખાતા વડીલ તેમના માતા-પિતા છે, ત્યારે આમિરે હસતાં કહ્યું કે કદાચ તે અમોલ ગુપ્તેના માતા-પિતા હશે! તેણે દર્શીલ સફારી ની પણ પ્રશંસા કરી કે તે સેટ પર હંમેશા ડાન્સ કરતો હતો પણ શોટ સમયે તરત જ પાત્રમાં ઢળી જતો. 


આમિર ખાન ટોકીઝના યૂટ્યુબ ચેનલ પર ‘તારે જમીન પર’ ફિલ્મ ફક્ત 1-2 અઠવાડિયા માટે જ ઉપલબ્ધ રહેશે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય વધુ લોકો સુધી ફિલ્મ પહોંચાડવાનો છે. આમિરના જણાવ્યા મુજબ, આ એક પ્રકારનો ફેન્સ માટે ની ગિફ્ટ છે..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More