Rs 2000 Notes: RBI નો ખુલાસો: ₹2000 ની 6,181 કરોડની નોટો હજી પણ ચલણમાં

Rs 2000 Notes: 98.26% નોટો પાછી આવી છતાં ₹2000 ની નોટો હજી પણ ચલણમાં (circulation), RBI એ આપી મહત્વની માહિતી

by kalpana Verat
Rs 2000 Notes: RBI reveals Rs 2000 notes worth Rs 6,181 crore still in circulation

News Continuous Bureau | Mumbai

 Rs 2000 Notes:  ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2 જૂન 2025ના રોજ જાહેર કરેલી નવી માહિતી મુજબ, Rs 2000 ની અંદાજે 6,181 કરોડ રૂપિયાની નોટો હજી પણ ચલણમાં (circulation) છે. 19 મે 2023ના રોજ RBI એ આ નોટો ચલણમાંથી બહાર કાઢવાની જાહેરાત કરી હતી. ત્યારથી અત્યાર સુધી 98.26% નોટો પાછી આવી ગઈ છે. જોકે   હજુ પણ મોટી રકમ બજારમાં ફરી રહી છે.

 Rs 2000 Notes: RBI નું તાજેતરનું નિવેદન

RBI એ જણાવ્યું કે 19 મે 2023ના રોજ Rs2000 ની નોટો ચલણમાંથી કાઢી લેવામાં આવી હતી. તે સમયે બજારમાં કુલ 3.56 લાખ કરોડ રૂપિયાની નોટો હતી. હવે 31 મે 2025 સુધીમાં આ રકમ ઘટીને 6,181 કરોડ રૂપિયા રહી ગઈ છે. આનો અર્થ એ થાય છે કે મોટાભાગની નોટો પાછી આવી ગઈ છે, પણ કેટલીક હજી પણ ચલણમાં (circulation) છે.

Rs 2000 Notes:  RBI ની સુવિધા: નોટો બદલવા માટે હવે માત્ર 19 ઓફિસોમાં જ વ્યવસ્થા

7 ઓક્ટોબર 2023 સુધી તમામ બેંકોમાં નોટો બદલવાની અને જમા કરવાની સુવિધા ઉપલબ્ધ હતી. હવે આ સુવિધા માત્ર RBI ની 19 ઈશ્યુ ઓફિસ માં જ ઉપલબ્ધ છે. લોકો પોસ્ટ દ્વારા પણ નોટો મોકલીને પોતાના ખાતામાં જમા કરાવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : RBI Monetary Policy : હોમ-ઓટો લોન થશે સસ્તી… RBIની નાણાકીય નીતિ સમિતિની મીટિંગ આજથી, આટલા ટકા ઘટી શકે છે રેપો રેટ..

 Rs 2000 Notes:   ₹2000 ની નોટો (notes) હજી પણ legal tender તરીકે માન્ય

RBI એ સ્પષ્ટ કર્યું છે કે Rs 2000 ની નોટો હજી પણ લીગલ ટેન્ડર છે. એટલે કે, આ નોટોનો ઉપયોગ વ્યવહારમાં કરી શકાય છે. જોકે, લોકો આ નોટોને ઝડપથી જમા કરાવી દે તેવી અપેક્ષા છે જેથી ચલણ વધુ પારદર્શક બને.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More